News of Sunday, 19th October 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા નવનિયુક્ત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા), કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ સ.ગુ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું સ્વાગત કર્યું : ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધી રૂડા આશીર્વાદ પાઠવ્યા

રાજકોટ તા.૧૯ :સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર, સિંહાસને કાચના મહેલની થીમનો શણગાર કરાયો છે.ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા એ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના આજે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તા. ૧૯-૧૦-૨૦૨૫, રવિવારના રોજ ભવ્ય ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. આ સાથે, આજે હનુમાનજીના સિંહાસનને કાંચમાંથી બનાવેલ મહેલની થીમનો અદ્ભુત શણગાર પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
નવનિયુક્ત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સવારે ૦૯:૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે દર્શનાર્થે પધાર્યા હતા. મંત્રીએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરના સંતો પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા), કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ સ.ગુ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાનું સ્વાગત કર્યું હતું. સંતોએ મંત્રીશ્રીને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમની સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
