તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Sunday, 19th October 2025
ભાવનગરના પાલીતાણામાં કાળીચૌદશ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞઃ કુંવરજીભાઇ બાવળીયા એ શિશ ઝુકાવ્યુઃ આહુતિ અર્પી
દિવાળી અને નુતનવર્ષમાં નાગરિકોની સુખાકારી-તંદુરસ્તીની કામના કરતા કેબીનેટ મંત્રી

પાલીતાણાઃ ભાવનગર જિલ્લામાં આવેલ પવિત્રનગર પાલીતાણા ખાતેના સુપ્રસિદ્ધ કાલભૈરવ પીઠ, ભૈરવનાથ મંદિરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ કાળીચૌદશ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહી યજ્ઞવિધિમાં આહૂતિ આપી હતી.
ભાવનગર જિલ્લામાં આવેલ પવિત્રનગર પાલીતાણા ખાતેના સુપ્રસિદ્ધ કાલભૈરવ પીઠ, ભૈરવનાથ મંદિરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ કાળીચૌદશ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે યજ્ઞની મુખ્ય થીમ યજ્ઞ સિંદૂર રાખવામાં આવી હતી. આ દિવ્ય યજ્ઞનો હેતુ ગુજરાતના લોકકલ્યાણ, દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય ચેતના તેમજ શક્તિમાં વધારો થાય તે માટે પ્રાર્થના કરવાનો હતો.
આ પ્રસંગે ગુજરાત અને દેશભરના હજારો ભક્તો, આગેવાનો તથા ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાલભૈરવ પીઠમાં આવેલ પદ્મકુંડ ભારતનું સૌથી મોટું કુંડ ગણાય છે. માન્યતા મુજબ અહીં યજ્ઞ કરવાથી રાજયોગ પ્રાપ્ત થાય છે, જ્યારે ત્રિકોણ કુંડમાં યજ્ઞ કરવાથી શત્રુમર્દન થાય છે. આ મહાયજ્ઞમાં મોટી માત્રામાં યજ્ઞ સામગ્રીની આહૂતિ આપવામાં આવી હતી. મંત્રીએ કાલભૈરવ દાદાના શ્રદ્ધાપૂર્વક દર્શન-અર્ચન કરીને શીશ ઝુકાવ્યું હતું.
આ પ્રસંગે કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે આ વર્ષે યજ્ઞની થીમ યજ્ઞ સિંદૂર દ્વારા દેશના તમામ નાગરિકો સુરક્ષિત રહે અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી માટે સંકલ્પબદ્ધ છે. નવી જવાબદારી મળ્યા બાદ હું નિષ્ઠાપૂર્વક લોકો સુધી સરકારના લાભો પહોંચાડવા માટે કાર્ય કરીશ.
આ પ્રસંગે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, મંદિરના પૂજારી રમેશભાઇ શુક્લ, તેમજ અનેક અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે કુંવરજીભાઇએ દિવાળી અને આવનાર નવા વર્ષ માટે સૌ નાગરિકોને સ્વસ્થ, તંદુરસ્ત અને સુખમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
