તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
સર્વે સંતુ નિરામયા: ભુજની સરકારી હોસ્પિટલમાં રંગોળીના માધ્યમથી સૌની સ્વસ્થતા માટે વ્યક્ત કરાઈ સદભાવના
અલગ અલગ ભાતની ૨૯ રંગોળીઓ દ્વારા દીપોત્સવી પર્વની પ્રેરક શુભકામના : રંગોળીએ ધાર્મિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને સુંદરતાનું પ્રતીક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦
દિવાળીના આ તહેવાર દરમ્યાન ભુજમાં આવેલ અદાણી સંચાલિત કચ્છની જિલ્લા સરકારી હોડપિટલ જી. કે. જનરલમાં રંગોળીઓ આકર્ષણ સાથે પ્રેરક સંદેશનું પ્રતીક બની છે. અહીં પ્રત્યેક ઓપીડી અને વિભાગના વર્ક સ્ટેશન પાસે સુંદર રંગોળી રચી સર્વે સંતુ નિરામયાની કામના કરાઈ છે. વિસ્તૃત વાત કરીએ તો, ભારતમાં રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે, જેનાથી સદભાવના વાતાવરણમાં પ્રસરે છે. એ જ તર્જ ઉપર અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના પ્રત્યેક ઓપીડી અને વિભાગના વર્ક સ્ટેશન પાસે તથા અદાણી મેડિકલ કોલેજમાં રંગોળી રચી સર્વે સંતુ નિરમયાની કામના કરાઈ હતી.કુલ ૨૯ રંગોળી બનાવવામાં આવી છે. આમ રંગોળી ધાર્મિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને સુંદરતાનું પ્રતીક છે. એવું પણ માનવામાં આવે છે કે, ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ સાથે જ્યારે ૧૪ વર્ષના વનવાસ બાદ અયોધ્યા આવ્યા ત્યારે નગરજનોએ તેમના ઉમળકાભેર સ્વાગત માટે રંગોળી બનાવી દીવડા પ્રગટાવ્યા હતા.પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિમાં પણ રંગોળીના પ્રતીકો મળી આવ્યા છે.
(8:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
