<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

ગોંડલ પાસેથી આશરે ૭.૫ ફૂટના વિશાળ અજગરનું રેસ્‍ક્‍યુ

ફોરેસ્‍ટ વિભાગના અધિકારીઓએ આંબરડી ગામની વાડી વિસ્‍તારમાંથી ૧ કલાકની મહા મહેનતે રેસ્‍ક્‍યુ કર્યું

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨૦: ચોમાસાની સિઝન પુરી થઈ છે ત્‍યારે ગરમીના કારણે અવારનવાર સરીસૃપ  પ્રાણી બહાર આવતા હોય છે. ગોંડલમાં ફોરેસ્‍ટ વિભાગના ૪ કર્મચારીઓએ ગત રાત્રીના વિશાળ અજગર (ઇન્‍ડિયન રોક પાઇથન)નું ૧ કલાકની ભારે જહેમત બાદ રેસ્‍ક્‍યુ કરવામાં આવ્‍યું હતું.

ગોંડલ તાલુકાના આંબરડી ગામની સીમ વિસ્‍તારમાં આવેલ ભરતભાઇ ગોરધનભાઇ ભુવા તેમજ તેમના મિત્ર બાલાભાઈ રાત્રીના ખેતરમાં વાવેલ મરચીના પાકમાં પાણી વારતા હતા તે દરમ્‍યાન વિશાળ અજગર દેખાતા ગોંડલ ક્ષેત્રીય રેન્‍જ ફોરેસ્‍ટ વિભાગને જાણ કરતા ફોરેસ્‍ટ વિભાગના રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર ડી.એ. જાડેજાની સૂચનાથી રાઉન્‍ડ ફોરેસ્‍ટર ગોંડલ પી.એમ. ચુડાસમા, રેસ્‍ક્‍યુ ટ્રેકર માધવભાઈ વ્‍યાસ, એસ.જે. ચુડાસમા, આર.વી. કુકડીયા સહિતનો સ્‍ટાફ રાત્રીના ઘટના સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. એક કલાકની ભારે જહેમત બાદ ૭.૫ ફૂટ લાંબો અને આશરે ૮ કિલો વજન ધરાવતો વીશાળ અજગરને પકડી રેસ્‍ક્‍યુ કરી ફોરેસ્‍ટ ઓફિસે ખસેડવામાં આવ્‍યો હતો. વધુમાં ફોરેસ્‍ટ ઓફિસર પી.એમ. ચુડાસમાએ જણાવ્‍યું હતું કે આ વિશાળ અજગર (ઈન્‍ડિયન રોક પાયથન) ને ઝઘ્‍જ્‍ મોરબીની સૂચના મુજબ સુરક્ષિત જંગલ વિસ્‍તારમાં મુક્‍ત કરવામાં આવશે.(૩૮.૩)

(9:14 AM IST)