<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

રિવાબા જાડેજા મંત્રી પદ સંભાળ્‍યા બાદ પ્રથમ વખત જામનગર આવી પહોંચતા અદકેરું સ્‍વાગત

જામનગરઃ સરકારના નવા મંત્રીમંડળમાં સ્‍થાન પામેલા ઉત્તર વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍ય રિવાબા જાડેજા, કે જેઓએ ગાંધીનગરમાં આજે પોતાના ખાતા નો ચાર્જ સંભાળ્‍યા બાદ તેઓ પ્રથમ વખત જામનગર આવી પહોંચ્‍યા હતા, ત્‍યારે તેઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ગુલાબ નગર વિસ્‍તારમાં રાજપૂત સમૂહ લગ્ન સમિતિના તમામ હોદ્દેદારો, અને રાજપૂત સમાજના વિશાળ કાર્યકરો, તેમજ જામનગર શહેર ભાજપના સ્‍થાનિક વોર્ડના કોર્પોરેટરો, તથા અન્‍ય કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા, અને નવનિયુક્‍ત રાજ્‍ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા નું ભવ્‍ય આતશબાજી અને ઢોલ નગારા ના તાલ સાથે સ્‍વાગત કરાયું હતું, પુષ્‍પવળષ્ટિ પણ કરવામાં આવી હતી. નવ નિયુક્‍ત રાજ્‍યકક્ષા ના મંત્રી રીવાબા જાડેજા એ પણ તમામ શહેર ભાજપના કાર્યકર્તાઓ, તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ વગેરેનો આભાર વ્‍યક્‍ત કરી પ્રતિભાવ આપ્‍યો હતો.

(10:55 AM IST)