<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

શાપર-વેરાવળમાં બાઇક અથડાવવા બાબતે પરપ્રાંતય યુવાન ઉપર છરીથી ખૂની હુમલો

ખૂની હુમલો કરનાર મુકેશ રાવલીયાની શોધખોળ

રાજકોટ, તા.૨૦: શાપર-વેરાવળમાં બાઇક અથડાવવા બાબતે પરપ્રાંતીય યુવાન  ઉપર છરીથી ખૂની હુમલો થયો હતો.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળમાં વેરાવળ બુધાનગર મફતીયાપરા શેરી નં.૩માં રહેતા અને મજુરી કામ કરતા કુમોદકુમાર ભુદેવ મંડલ (ઉ.૨૮) ને ત્‍યાં જ રહેતા મુકેશ વાલજીભાઇ રાવલીયાએ લાફા ઝીંકી છરીનો ઘા પેટમાં ઝીંકી દઇ ખૂની હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી હુમલમાં ઘવાયેલા કુમોદકુમારને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

ઉજાગ્રસ્‍ત કુમોદકુમાર પગપાળા ચાલની જતો હોય ત્‍યારે આરોપીનું બાઇક અથડાતા કુમોદકુમાર આરોપીને ઠપકો આપ્‍યો હતો ત્‍યારબાદ આરોપી મુકેશે ફરી બાઇલ સાથે આવી છરીથી ખૂની હુમલો કર્યો હતો.

ઉજાગ્રસ્‍ત કુમોદકુમાર આરોપી મુકેશ રાવલીયા સામે ફરિયાદ કરતા શાપર-વેરાવળપોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે. (૩.૧૦)

(11:33 AM IST)