News of Monday, 20th October 2025
લાભ પાંચમ આસપાસ જાહેર થવાની સંભાવના
ભાજપ પ્રદેશનું નવુ માળખુ નવા વર્ષમાં પાંચમ અર્થાત પાંચના અંકનો સંયોગ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૦: રાજયમાં નવા મંત્રી મંડળના વિસ્તરણને પગલે ચર્ચાનો એક નવો જ આયામ શરૂ થયો છે. હાલ રાજયના નવા મંત્રી મંડળ વિસ્તરણમાં પાટણ-સુરેન્દ્રનગર-પંચમહાલ-છોટા ઉદેપુર અને સુરત આ પાંચ લોકસભા બેઠકોમાંથી કોઇ ધારાસભ્યોને સમાવાયા નથી. પાંચના આંકડાનો વધુ સંયોગ જુઓ તો ભાજપ પ્રદેશનું નવુ માળખુ લાભ પાંચમ આસપાસ જાહેર થઇ શકવાની સંભાવના જોવા મળે છે.
નવુ ર૦૮રનું સવંત વર્ષ બુધવારે શરૂ થશે. અર્થાત નવા સવંત વર્ષની તારીખ નો ટોટલ સરવાળો પણ પાંચ થાય છે. નુતન વર્ષની તારીખ છે ૧-૧-ર૦૮ર, ૧+૧+ર+૦+૮+ર=૧૪, ૧+૪=૫ (પાંચ) એ જ રીતે નુતનવર્ષની અંગ્રેજી તારીખ છે રર-૧૦-ર૦રપ, ૨+૨+૧+૦+૨+૦+૨+૫=૧૪, (અહીં પણ પાંચના અંકનો સંયોગ જોવા મળે છે.) (૪.૯)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
