<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

દિપાવલીની ઉજવણી : રાત્રે ફટાકડાની આતશબાજી : બુધવારે નૂતન વર્ષ

કાલે ધોકો એટલે કે પડતર દિવસ : ધાર્મિક અને ફરવા લાયક સ્‍થળોએ લોકો ઉમટી પડશે

પ્રથમ તસ્‍વીરમાં ગોંડલના શ્રી રામજી મંદીરે ચોપડા તથા શ્રી લક્ષ્મીપૂજન તથા બીજી અને ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં રોશનીનો ઝગમગાટ જોવા મળે છે. (તસ્‍વીરઃ અહેવાલઃ જીતેન્‍દ્ર આચાર્ય-ગોંડલ)

રાજકોટ, તા., ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે રાત્રીના ફટાકડાની આતશબાજી થશે.

કાલે મંગળવારે ધોકો છે એટલે કે પડતર દિવસ. આ દિવસે પણ સૌ કોઇ ફટાકડા ફોડવાની મજા માણશે.

ઘર અને દુકાન, ઓફીસના આંગણે રંગોળીનું સર્જન કરવામાં આવ્‍યું છે.

બુધવારે નૂતન વર્ષ પર્વની ઉજવણી થશે. લોકો એક બીજાને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવશે. ધાર્મિક અને ફરવાલાયક સ્‍થળોએ લોકો ઉમટી પડશે અને દિવાળી વેકેશન મનાવશે.

ધારીઃ સૌરાષ્‍ટ્રમાં અમરેલી જીલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીને કાંઠે ૫૦૦ વર્ષો પુરાણું સુપ્રસિદ્ધ યાત્રાસ્‍થળ, દર્શનીય પાર્વતીપરમેશ્વરધામ શ્રીજીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમમાં ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધા-ભક્‍તિભાવપૂર્વક આસો વદ અમાસથી કારતક સુદ લાભપાંચમ સુધી ભારતીય સંસ્‍કળતિનું મહત્‍વનુ પર્વ દિપાવલી પર્વ ઉજવાશે.

શિવમંદિરમાં કૈલાસદર્શન, પુષ્‍પ શળંગાર, કલાત્‍મક રંગોળી અને વષાાલંકારોની દર્શનીય શોભા થશે. સવારે ૬-૦૦ થી ૧૨-૦૦ સુધી પૂજન, અર્ચન અને રુદ્રાભિષેકનો ભાવિકો ધર્મલાભ લેશે. શિવજીને બિલીપત્ર, જળ,પુષ્‍પો તથા વિવિધ ધાન્‍યોનો અભિષેક થશે. ભાવિકો દ્વારા મહાદેવજીની વિશેષ પૂજાઅર્ચના સામૂહિક ભાવવંદના થશે. દીપમાળાની દીપદાન આરતી સાથે શિવપૂજન થશે.દર્શનનો સમયસવારે ૬-૦૦ થી ૧૨-૦૦ અને સાંજે ૩-૦૦ થી ૮-૦૦ નો રહેશે.અત્રે એ ઉલ્લેખનીયછેકે ભારતમાતા અને કષ્ટભંજન હનુમાનજીના નિજમંદિરો સાથે ૫૦૦ વર્ષો પુરાણા પ્રાણપ્રતિષ્ઠાયુક્‍ત શિવલિંગની સાથોસાથ શિવપાર્વતીનું સજોડે ર્ંપ્રાણપ્રતિષ્ઠાયુક્‍ત મૂર્તિમંત સ્‍વરૂપ બિરાજમાન હોય તેવું સૌરાષ્‍ટ્રનું આ અજોડ શિવાલય છે. પૂ. ગિરધરબાપા ભટ્ટજી અને બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ આ પાવન ભૂમિમાં નુતન વર્ષના મંગળ દિવસોમાં આયોજિત આ ધર્મકાર્યની સફળતા માટે જીવનમુક્‍તેશ્વર આશ્રમના કાર્યકરો અને સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરના ભીડ, ઘોંઘાટ, પ્રદૂષણથી દૂર શેત્રુંજી નદીને કાંઠે કુદરતી સૌંદર્યથી ભરપૂર શાંતિધામ, ૨પ૦ વળક્ષોના બાગ બગીચાથી હરિયાળું, રમણીય પ્રાકળતિક દેવસ્‍થાન યાત્રાધામ શ્રી જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમમાં દિવ્‍ય, અલૌકિક શાંતિની અનુભૂતિ કરવા તથા પૂજા, આરતી, દર્શનનો ધર્મલાભ લેવા સર્વે ભાવિકોને ડો.કળષ્‍ણકુમાર શાસ્ત્રીએ હાર્દિક અનુરોધ કરેલ છે.

 ગોંડલ

ગોંડલ : પરમ પૂજ્‍ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજ ની અસીમ કળપા અને શ્રી હરિચરણદાસજી મહારાજ શ્રીના અદ્રશ્‍ય આશીર્વાદ તેમજ પરમ પૂજ્‍ય શ્રી જયરામદાસજી મહારાજની પ્રત્‍યક્ષ હાજરીમાં  દીપાવલીના તહેવાર નિમિતે તારીખ ૧૮/૧૦/૨૫ મંગળવાર ધનતેરસ નિમિતે  સાંજ  ના ૬.૦૦ વાગ્‍યે સત્‍યનારાયણ ભગવાનની કથા આચાર્યશ્રી નૈમિષભાઈ શાસ્ત્રી દ્વારા કથારસપાન કરાવેલ જયારે મુખ્‍ય યજમાન તરીકે નરેન્‍દ્રભાઈ ભગવાનજીભાઈ નથવાણી અને મહેન્‍દ્ર ભાઈ ખીમાણી તથા અન્‍ય ગુરુભાઈઓ જોડાયેલ લક્ષ્મી પૂજન તથા ચોપડા પૂજન કરતા ગુરુભાઈ બહેનો તથા ચોપડાઓનું પૂજન કરતા પુ. જેરામદાસજી મહારાજ નજરે પડે છે.

દિપાવલીનો પર્વ ઉજાશ અને ખુશીનો પગર્વ ગણાય છે. ઘર આંગણે દિવડા પ્રગટાવી દિપાવલીને ઉજાશમય બનાવાય છે. ત્‍યારે નગરરચના માટે પ્રસિધ્‍ધ ગોંડલમાં ટાઉનશોલ, વેરી દરવાજા, સંગ્રામસિંહ હાઇસ્‍કુલ ઉપરાંત અલખ ચબુતરો અને બજારોમાં રંગબેરંગી લાઇટીંગ સાથે રોશની કરાઇ હોય શહેર નવોઢાના શણગાર માફક શોભી રહયું છે. 

(11:45 AM IST)