<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

ભાવનગર પહોંચેલા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું સ્‍વાગત

ભાવનગર, તા.૨૦: પશ્ચિમના  ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે નિયુક્‍ત થયા છે. કેબિનેટ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્‍યા બાદ પ્રથમવાર તેઓ ભાવનગર  આવતા દિપાવલીનું પર્વ બેવડું ઉત્‍સાહ અને ઉમંગમય બન્‍યું છે.

ભાવનગર નાગરિક સમિતિ અને શહેરના નાગરિકો દ્વારા કેબિનેટ મંત્રી  જીતુભાઈ વાઘાણી જ્‍યારે રાજ્‍ય સરકાર ના અતિ મહત્‍વ ના એવા કળષિ, સહકારિતા અને પ્રોટોકોલ જેવા ખાતાનું વહન કરી રહ્યા છે, ત્‍યારે સવારે નારી ચોકડી ખાતે સ્‍વાગત કરી સ્‍કૂટર અને કાર રેલી સ્‍વરૂપે તેમની સ્‍વાગત યાત્રા યોજાયેલ. નારી ચોકડી ખાતે  જીતુભાઈ વાઘાણી દ્વારા ગૌ અને બ્રાહ્મણ પૂજન કરાશે અને સંતો મહંતો તેમને આશીર્વાદ આપેલ. નારી ચોકડીથી ભાવનગર ના નાગરિકો દ્વારા ભવ્‍ય સ્‍કૂટર અને કાર રેલી સાથે મંત્રી  વાઘાણીને ભાવનગરમાં પ્રવેશ કરાવીં સ્‍વાગત કરી સ્‍વાગત યાત્રા સંપન્ન કરાવેલ.

(11:55 AM IST)