તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 20th October 2025
લીંબડીમાં મધમાખીના ડંખથી ખેતમજૂર મહિલાનું કરૂણ મોત

વઢવાણ, તા. ર૦: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ખેતરમાં કામ કરતી વખતે મધમાખીએ ડંખ મારતા મહિલાનું મોત થયું હતું. મહિલા ખેતરમાં કામમાં વ્યસ્ત હતી ત્યારે મધમાખીઓના ઝુંડે મહિલા પર હુમલો કર્યો હતો. જેના કારણે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને તરત લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવી. સારવાર દરમિયાન મહિલાએ શ્વાસ છોડી દીધો.
મધમાખીના ડંખને કારણે મહિલાની તબિયત ગંભીર રીતે લથડી હતી. આ બનાવ બનતા જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી પરંતુ મધમાખીના ઝેરી ડંખની અસર એટલી ગંભીર હતી કે તબીબી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ મળતક મહિલાના પરિવારજનો અને ગ્રામજનોમાં શોક વ્યાપી ગયો હતો. ખેતરમાં કામ કરતી વખતે મધમાખીના ડંખથી મહિલાનું મોત થવાની આ દુઃખદ ઘટનાએ વિસ્તારના અન્ય ખેતમજૂરોમાં પણ ભયનો માહોલ પેદા કર્યો છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
