News of Monday, 20th October 2025
દિપોત્સવ એટલે અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો ઉત્સવઃ સ્વામી પૂ.સદાનંદ સરસ્વતીજી
દિવાળી- નૂતનવર્ષની શુભેચ્છા- આર્શિવાદ પાઠવતા દ્વારકા શારદાપીઠાધીશ્વર પૂ.જગદગુરૂ શંકરાચાર્યજી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૨૦: દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્યજી સ્વામી પૂ.સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું છે કે, તમસો માં જ્યોતિર્ગમય અંધકાર થી પ્રકાશ તરફ જવાની કામના વેદોક્ત શાશ્વત અભ્યર્થના છે. અજ્ઞાન થી ન કેવલ મનુષ્ય માત્ર નહિ પણ પશુ પક્ષી પણ ભયભિત દેખાય છે તેથી અજ્ઞાન અંધકાર થી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવો એજ સળષ્ટિીનો પરમ ઉદેશ સિદ્ધ થાય છે. કારતક વદ અમાસ ના મનાવવામાં આવતો દિપોત્સવ અજ્ઞાન થી જ્ઞાન તરફ જવાનો ઉત્સવ છે. અજ્ઞાન, દરિદ્રતા નો નાશ કરી ને જ્ઞાનલક્ષ્મીની આરાધનાનો મહાપર્વ છે. વેદો એ લક્ષ્મીજીના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું છે કે -
યા શ્રીઃ સ્વયં સુકળતિનાં ભવનેષ્વલક્ષ્મીઃ, પાપાત્મનાં કળતિધિયાં હૃદયેષુ બુદ્ધિઃ & શ્રદ્ધા સતાં કુલજનપ્રભવેષુ લક્કી, તાં ત્વાં નતાઃસ્મ પરિપાલય દેવિ તુભ્યમ&&
અર્થાત્ પુણ્યાત્મા ઓને ત્યાં શ્રી (લક્ષ્મી) ના રૂપ માં નિવાસ કરવા વાળી, અસજ્જનો ને ત્યાં દરિદ્રતા ના રૂપ માં નિવાસ કરવા વાળી, શુદ્ધ હૃદય વાળાની અંદર બ્રહ્મ વિદ્યાના રૂપમાં નિવાસ કરવા વાળી, સત્પુરૂષ ના હૃદય ના શ્રદ્ધા રૂપ માં વિદ્યમાન, કુલીન વ્યકિતને ત્યાં લજ્જારૂપમાં વિદ્યમાન, આ જગત ના પોષણ કરવા વાળી મહાશક્તિ જગદમ્બા મહાલક્ષ્મી ને અમે નમસ્કાર કરીએ છીએ.
ઉક્ત વેદોક્ત મહાલક્ષ્મીના વિરાટ સ્વરૂપ ના વંદન કરતા મહાન ભારતીય સંસ્કળતિ ના મહાપર્વ દિવાપલી (દિવાળી) ને પાવન અવસર પર પશ્ચિમામ્નાય શારદાપીઠની તરફ થી દેશવાસિયોં ને સર્વવિધ અભ્યુદય ની મંગલકામના દ્વારકાધીશ ના ચરણો માં સમર્પિત કરતા મારા ભૂરિશઃ શુભાશીર્વાદ સંલગ્ન છે. તેમ સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્યએ જણાવ્યું છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
