<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

પોરબંદરના વિકાસને વેગવંતો કરવા તમામ પ્રયાસો કરીશઃ અર્જુનભાઇ મોઢવાડિયા

રાજયના કેબીનેટ મંત્રી થયા બાદ પ્રથમવાર પોરબંદર પધારેલા અર્જુનભાઇનું ઉષ્‍માભર્યુ સ્‍વાગતઃ ભવ્‍ય લોકઅભિવાદન :સુદામાનું મંદિર અને બાલા હનુમાનજી મંદિરે માથું ટેકવીને અર્જુનભાઇએ આર્શીવાદ લીધા : પોરબંદરવાસીઓને અર્જુનભાઇએ દિપાવલીની હાર્દિક શુભેચ્‍છા પાઠવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૦:  રાજયમંત્રીમંડળમાં વનપર્યાવરણ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી કલાઇમેન્‍ટ ચેન્‍જ વિભાગના કેબીનેટમંત્રી બન્‍યાં બાદ અર્જુનભાઇ મોઢવાડીયા પ્રથમ વખત પોરબંદર પધારતા તેમનું સવરફ્રન્‍ટ ઉષ્‍માભર્યુ સ્‍વાગત ભાજપના આગેવાનો કાયકરી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ઉમટી પડેલી ભવ્‍ય માનવ મેદાનોનું લોક મેદનીનું અભિવાદન ઝીલતા અર્જુનભાઇએ જણાવ્‍યું કે પોરબંદરના વિકાસને વેગવંતો કરવા તમામ પ્રયાસો કરીશ.

પોરબંદરના ધારાસભ્‍યશ્રી અને રાજ્‍ય સરકારના વન-પર્યાવરણ, સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ક્‍લાઈમેટ ચેન્‍જ વિભાગ ના નવનિયુક્‍ત કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા મંત્રી થયા બાદ  પોરબંદરમાં અભિવાદન - સ્‍વાગત - સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

કેબિનેટમંત્રીશ્રી અર્જુનભાઈ પોરબંદર પહોંચતા રિવરફ્રન્‍ટ ખાતેથી ભવ્‍ય બાઈક રેલી નીકળી હતી જે એમ.જી. રોડ ઉપર આગળ વધી હતી. આ રેલીમાં ઠેર ઠેર શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનું પોરબંદર જિલ્લા  ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ  સામાજિક - સેવાકીય સંસ્‍થાઓના અગ્રણીઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ અને પુષ્‍પહાર અને પુષ્‍પવર્ષા દ્વારા ભવ્‍ય અભિવાદન કરવામાં આવ્‍યું હતું. 

જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ, જિલ્લા ભાજપના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વકેબિનેટમંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા ,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજશીભાઇ પરમાર , જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા ,શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, લખમણભાઇ ઓડેદરા રામદેવભાઈ મોઢવાડીયા, શહેર ભાજપ મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, નરેન્‍દ્રભાઈ કાણકિયા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા ,ભાજપ અગ્રણીઓ ધર્મેશભાઈ પરમાર, પ્રવીણભાઈ ખોરાવા,  સુરેશભાઈ સિકોતરા, સહીત જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને પોરબંદરવાસીઓ મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા.

આ રેલીનું સુદામાચોક ખાતે સમાપન થયું ત્‍યારે શ્રી અર્જુનભાઈએ કેન્‍દ્રીય નેતળત્‍વ અને મુખ્‍યમંત્રીશ્રી સહીત રાષ્‍ટ્રીય અને રાજ્‍ય સંગઠનના હોદેદારોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો તેમજ રાજ્‍યના  અને પોરબંદરના વિકાસ ને વેગવંતો બનાવવા બનતા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી અને ધનતેરસ તેમજ દિપાવલી પર્વ ની પણ સૌને શુભેચ્‍છાઓ આપી હતી.

આ રેલી બાદ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ સુદામાજી મંદિર ખાતે અને શ્રી બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા તેમજ કીર્તિમંદિરની  મુલાકાત લીધી હતી.

(1:09 PM IST)