<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

જુનાગઢ ગિરીશભાઇ કોટેચા પરિવાર ઘરની તમામ મહિલાઓની લક્ષ્મી સ્‍વરૂપમાની પુજા કરી

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. જુનાગઢ અખિલ સૌરાષ્‍ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો અને પૂર્વ ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચા પરિવાર વર્ષો દિવાળીના રોજ પત્‍નીઓની પુત્રવધુઓની લક્ષ્મી સ્‍વરૂપ માની પુજા કરે છે.

આજે સવારે ૧૦ કલાકે ગિરનાર રોડ પર આવેલ ગીરીશભાઇ કોટેચાના નિવાસ સ્‍થાન ગીરીરાજ વિલા બંગલા ખાતે પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

જેમાં ગિરીશભાઇ કોટેચાએ ગીતાબેનનુ તથા લિયો રિસોર્ટના માલિક વિપુલભાઇ કોટેચાએ રેશ્‍માબેનનુ તેમજ પાર્થભાઇએ ચાંદનીબેનનું સહિત કોટેચા પરિવાર દ્વારા પત્‍નીઓને સાક્ષાત લક્ષ્મી સ્‍વરૂપ માની પુજા કરી.

આ તકે ગીરીશભાઇ કોટેચાએ જણાવ્‍યું હતું કે ઘરનીસ્ત્રીને લક્ષ્મી સ્‍વરૂપમાની સન્‍માન આપવામાં આવે તે ઘરમાં કયારેય સંકટ આવતુ નથી અને કાયમ દિવાળી જેવો આનંદ પરિવારમાં રહે છે.

(2:44 PM IST)