<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

ગુરૂવારથી ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજને શબ્‍દાંજલી રૂપે ધર્મોત્‍સવ : શ્રી રામકથા નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ

રઘુકુળ રિત સદા ચલી આયી.... પ્રાણ જાયે પણ વચન ના જાયે : પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં ભવ્‍ય આયોજન : વ્‍યાસાસને પૂ. રામેશ્વરબાપુ હરિયાણી : શ્રી રામ મહાયાગ યજ્ઞના આચાર્ય પદે ડો. દિપકભાઇ શાષાી

રાજકોટ, તા.ર૦:  મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ અસંખ્‍ય ભાવિકોનું આસ્‍થાનું કેન્‍દ્ર શ્રી મહાકાળી માતાજી મંદિરે તા. ૨૩-૧૦-૨૫ ને ગુરૂવારથી તા. ૩૧-૧૦-૨૫ ને શુક્રવાર સુધી બ્રહ્મલીન પ.પૂ. દયાનંદગીરીજી મહારાજની ઈચ્‍છા પુર્ણ કરવા માટે તેમના પરમ શિષ્‍ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી શ્રી રામકથા નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ તથા પંચસિધ્‍ધ શ્રી રામ મહાયાગનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે.

જગતજનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી શ્રી અનંત વિભૂષીત સદગુરૂ ૫. પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્‍છા પુર્ણ કરવા હેતુથી તેમના પરમ શિષ્‍ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી વિક્રમ સંવત ૨૦૮૨, કારતક સુદ બીજ અને તા. ૨૩-૧૦-૨૦૨૫ને ગુરૂવારથી શ્રીરામકથા તથા શ્રી પંચસિધ્‍ધ શ્રી રામમહાયાગનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

શ્રી રામકથાનું મધુર વચનથી રસપાન વકતા શ્રી રામેશ્વરબાપુ હરિયાણી કરાવશે. તથા શ્રીરામ મહાયાગ યજ્ઞના આચાર્ય ડો.દિપકભાઈ શાષાી વિધિ વિધાનથી કરાવશે. ગુરૂજીની પવિત્ર સમાધી તથા ભાવિક ભકતજનો શ્રીરામકથાનું રસપાન કરશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૨-૩૦ થી ૫-૩૦ સુધીનો છે. જયારે દરરોજ બપોરે ૧ર વાગ્‍યે મહાપ્રસાદ યોજાશે.

શ્રી રામકથાની પોથીયાત્રા તા.૨૩-૧૦-૨૫ ને ગુરૂવારે સવારે ૯ વાગ્‍યે શ્રી મહાકાળી આશ્રમથી ચરાડવા ગામ સુધી ભવ્‍યાતીભવ્‍ય નગરયાત્રા નીકળશે.

ગુરૂવારે દિપપ્રાગટય

દિપ પ્રાગટય મોરબીના શ્રી ખોખરા હનુમાનજીના પ.પૂ. મા શ્રી કનકેશ્વરીદેવી, લીલાપર ગિરનારી આશ્રમના પ.પૂ. શ્રી હંસાગીરી માતાજી ના હસ્‍તે કરવામાં આવશે. ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા બ્રહ્મલીન પ.પૂ. સદગુરૂ સંત શ્રી દયાનંગીરીજીબાપુના કળપાપાત્ર શિષ્‍ય મહંત પૂ. શ્રી અમરગીરી મહારાજ તથા સેવકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

 વિવિધ પ્રસંગો

ભાવપૂર્વક ઉજવાશે

ચરાડવામાં શ્રી મહાકાળી માતાજીના સાનિધ્‍યમાં બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઈચ્‍છા મુજબ ંપૂ. અમરગીરીજી મહારાજની અધ્‍યક્ષતામાં યોજાનાર શ્રી રામકથામાં વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે.

જેમાં તા. ૨૩ને ગુરૂવારે પોથી યાત્રા, કથા મહાત્‍મ્‍ય-વળંદના, તા.૨૪ ના યાક્ષવલ્‍કય રૂષિ, ભરદ્વાજ રૂષિ સંવાદ, તા. ૨૫ ના સતી ચરિત્ર, શિવ વિવાહ, તા. ૨૬ ના શ્રી રામ જૂન્‍મનો હેતુ, શ્રી રામ જન્‍મ તા. ૨૭ ના અહિલ્‍યા ઉધ્‍ધાર, શ્રી રામચંદ્ર વિવાહ, તા. ૨૮ ના શ્રી રામ વનગમન, કેવટ પ્રસંગ, તા. ૨૯ ના ચિત્રકુટમાં શ્રીરામ-ભરત મિલાપ, શબૂરી પ્રસંગ, તા. ૩૦ ના શ્રી હનુમાન મિલાપ, વાલી વધ, તા. ૩૧ ના શ્રી રામેશ્વર સ્‍થાપના, રાવણવધ, શ્રી રામ રાજયાભિષેક અને કથા વિરામ થશે.

ડાયરો-સંતવાણી-રાસ ગરબાની રમઝટ

ચરાડવામાં યોજાનાર શ્રીરામ કથાની તડામાર તૈયારી થઈ રહી છે. કથામાં રાત્રીના લોકડાયરો, સંતવાણી અને રાસ-ગરબાની રમઝટ બોલશે.

જેમાં તા. ૨૫-૧૦-૨૫ ના રાત્રીના પ્રખ્‍યાત યુવા લોકગાયક સાગરદાન ગઢવી, ભજનીક વિજયાબેન વાઘેલાનો ભવ્‍ય લોકડાયરો યોજાશે.

તા. ૨૮-૧૦-૨૫ નાં ભજનીક જયદિપભાઈ સોની અને જયશ્રીબેન પંડયા ભવ્‍ય સંતવાણી રજૂ કરશે.

રાસ-ગરબાની રમઝટ તા. ૩૦-૧૦-૨૦૨૫ નાં ગીગાભાઈ આહીર, નીતાબેન કાપડી, ગરબા સ્‍પેશ્‍યાલીસ્‍ટ ભકિતબા જેઠવા, વિજુબેન આહિર બોલાવશે.

કથાનું લાઇવ પ્રસારણ

ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે યોજાનાર શ્રી રામકથાનું લાઈવ પ્રસારણ કરાશે. આ કથાનું સદ્ભાવના ટીવી, રી રામેશ્વરબાપુ યુ-ટયુબ ચેનલ, શ્રી મહાકાળી આશ્રમ યુ-ટયુબ ચેનલ ઉપરથી લાઈવ પ્રસારણ કરાશે.

કથા સ્‍થળ અને સંપર્ક સુત્ર

શ્રી ચરાડવા મહાકાળી આશ્રમ, (મો. ૯૪૨૯૬ ૫૦૫૧૫) મોરબીથી હળવદ જતા, મોરબીથી ૨૫ કિ. મી. દૂર ચરાડવા ગામથી ૩ કી. મી. દુર, દેવળીયાના રસ્‍તે આવે છે. 

(2:07 PM IST)