<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

બોટાદના હડદડ ગામે પોલીસ સાથે થયેલ ઘર્ષણ મામલે 21 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના કુલ 21 લોકોને બોટાદ જજના નિવાસ સ્થાને રજુ કરતા તમામ 21 આરોપીને ભાવનગર જેલ હવાલે કરવાનો કરવા હુકમ

બોટાદના હડદડ ગામે પોલીસ સાથે થયેલ ઘર્ષણ મામલે આરોપીઓને જેલમાં મોકલવા કોર્ટે હુકમ કર્યો છે. પોલીસ સાથે સંઘર્ષ કરવા સબબ કુલ 85 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.  જેમાંના અત્યાર સુધી કુલ 68 લોકોની થઈ હતી અટકાયત. 21 લોકોના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે આજે થયા પૂર્ણ. રિમાન્ડ પૂર્ણ થતાં બોટાદ પોલીસ દ્વારા જજના નિવાસ સ્થાને તમામ 21 આરોપીઓને રજુ કરાયા હતા. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના કુલ 21 લોકોને આજે બોટાદ જજના નિવાસ સ્થાને રજુ કરતા જજ દ્વારા તમામ 21 આરોપીને ભાવનગર જેલ હવાલે કરવાનો કરવા હુકમ કર્યો છે.

 

(6:29 PM IST)