News of Monday, 20th October 2025
વિસાવદરમાં પૂ.જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતી ધામધૂમથી ઉજવાશે
પૂ.બાપાની શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદનું ભવ્ય આયોજન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : પૂ.જલારામબાપા માતૃશ્રી વિરબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ વિસાવદરનાં પ્રમુખ દિલિપભાઈ કાનાબારનાં જણાવ્યા અનુસાર વિસાવદરમાં પૂ. જલારામબાપાની ૨૨૬મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે. સવારે ૬ કલાકે પ્રભાતફેરી, બપોરે ૩ કલાકે પૂ.જલારામબાપાની શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર પસાર થઈ સાંજે ૭ કલાકે જલારામ મંદિરે પહોંચશે. જ્યાં સાંજે ૭ કલાકે જલારામ બાપાની મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂ. જલારામબાપાની ૨૨૬મી જન્મ જયંતિ નિમીત્તે તા. ૨૯-૧૦-૨૦૨૫, કારતક સુદ ૭, બુધવારે સવારે ૬ કલાકે પ્રભાતફેરી, બપોરે ૩ કલાકે શોભાયાત્રા, મહા આરતી: સાંજે ૭:૦૦ કલાકે અને ત્યારબાદ પ્રસાદનુ આયોજન શ્રી જલારામ મંદિર, ડાકબંગલા પ્લોટ, વિસાવદર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પૂ.જલારામબાપાના ભક્તજનોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
