<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

મોરબીમાં દિવાળી પર્વે ઓપન મોરબી રંગોળી સ્પર્ધા યોજાઈ, વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત

ભાગ લેનાર દરેક સ્પર્ધક ને પ્રોત્સાહીત ઈનામ તથા મોરબી મહાનગરપાલિરા તથા ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્રારા સટીઁફીકેટ અપાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી મહાનગરપાલિકા તથા ઈન્ડિયન લાયન્સ ક્લબનાં સંયુક્ત ઉપક્રમે ઓપન મોરબી રંગોળી સ્પર્ધાનું આયોજન ઓમશાંતિ વિધાલય ખાતે કરવામા આવ્યુ હતું આ તકે ઈન્ડિયન લાયન્સ ક્લબ અને દ્રારા ભાગ લેનાર દરેક સ્પર્ધક ને પ્રોત્સાહીત ઈનામ તથા મોરબી મહાનગરપાલિરા તથા ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્રારા સટીઁફીકેટ આપવામાં આવ્યા અને મહાહાનગર પાલિકા દ્રારા પ્રથમ નંબર આવનારવને ૨૫૦૦/- રુપીયા નો ચેક, બીજા નંબર આવનાર ને ૧૫૦૦/- રુપીયા નો ચેક તથા ત્રીજા નંબર પર આવનાર ને ૧૦૦૦/- રુપીયા નો ચેક ઈનામ આપવામા આવ્યા હતા.


આ રંગોળી સ્પર્ધા માં જજ દીશાબેન મહેતા તથા ચંદ્રીકાબેન પલાણ  બંન્ને જજ દ્રારા પ્રથમ નંબર સપનાબેન પારસભાઈ ધુમલીયા, બીજો નંબર હીનાબા  પુષ્પરાજસિંહ જાડેજા તથા ત્રીજો નંબર માનસીબેન વિજયભાઈ પરમારને વિજેતા જાહેર કરવામા આવ્યા હતા પરંતુ આ ત્રણ નંબર સિવાય પણ ધણી બઘી રંગોળી એવી હતી કે તે રંગોળી આંખે વળગીને ઉઠી આવતી હતી ત્યારે ઈન્ડિયન લાયન્સ ક્લ્બ દ્રારા તેવી બે રંગોળી કરનાર સ્પર્ધકને રોકડ પ્રોત્સાહન ઈનામ સાથે બંન્ને રંગોળી કરનાંર સ્પર્ધકને બીરદાવ્યા હતા જ્યારે બન્ને સ્પર્ધકમાંથી એક તો ફક્ત આઠ વષઁની દીકરી જેનું નામ હેની ચંદે છે તેના દ્રારા કરવા માં આવેલ  રંગોળી જોઈ સૈ કોઈ અભિભુત થઈ ગ્યા હતા. સાથે જ આ રંગોળી સ્પર્ધા માં મેક ઈન ઈન્ડિયા, વિકસીત  ભારત તથા  ઈન્ડિયન લાયન્સ કલ્બ ના પ્રમુખ રુચિરભાઈ કારીયા તથા  બધાં જ સભ્યો દ્રારા બનાવવા માં આવેલ ઓપરેશન સીંદુરની રંગોળી આકષઁણ નું કેન્દ્ર બની હતી.

(1:00 AM IST)