<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

વાડિનારના નાના આંબલા ગામે જમીન બાબતે ડખ્‍ખામાં બે પરિવારો વચ્‍ચે બઘડાટી

જામ ખંભાળિયા, તા.૨૧: ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા નાના આંબલા ગામે રહેતા યુનુસભાઈ ઇબ્રાહીમભાઈ ગજણ નામના યુવાનના નામની ખેતીની જમીન આવેલ હોય અને આ જમીન બાબતે તેમના જ પરિવારના ઈબ્રાહિમ ગજણ, રહેમતબેન ઈબ્રાહીમ અને સુગરાબેન ઇબ્રાહીમ સાથે વિવાદ ચાલતો હતો. આ અંગે ખંભાળિયાની કોર્ટમાં સિવિલ કેસ પણ દાખલ કરવામાં આવ્‍યો હતો.

આ વચ્‍ચે રવિવારે આરોપી ઈબ્રાહીમભાઈએ તેમની ખેતીની જમીનમાં આવીને ‘જુવાર શા માટે ઉપાડો છો?' તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં અન્‍ય બે આરોપીઓ રહેમતબેન ઈબ્રાહીમ અને સુગરાબેન ઈબ્રાહીમ ગજણએ બોલેરો કારમાં આવી અને ફરિયાદી યુનુસભાઈ તથા અન્‍ય સાહેદો સાથે ઝઘડો કરી અને ગાળો ભાંડી હતી.

આરોપી રહેમતબેન દ્વારા અહીં રહેલા સાહેદ રેશમાબેન તથા રોશનબેનને પણ મુઢ માર મારી, ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

સામા પક્ષે રહેમતબેન ઈબ્રાહીમભાઈ ગજણ (ઉ.વ.૫૩, રહે. નાના આંબલા)એ યુનુસ ઈબ્રાહીમ, રેશમાબેન યુનુસ, રોશનબેન અને સાબીરભાઈ તથા ઈસુબ નામના પાંચ વ્‍યક્‍તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ સુગરાબેનની આવેલી ખેતીની જમીન કે જે જમીનનો કબજો ફરિયાદી પરિવાર પાસે હતો અને એનું વાવેતર ઈબ્રાહીમભાઈ આદમભાઈ ગજાણ કરતા હતા. જે જમીન બાબતના ચાલતા વિવાદ અને કોર્ટ કેસ વચ્‍ચે તેમણે વાવેલી જુવાર માટે ખેતરમાં ભેગા થયા હતા, ત્‍યારે આરોપીઓએ અહીં આવીને બિભત્‍સ ગાળો કાઢી, લોખંડના હાથવાળી પાવડી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે વાડીનાર મરીન પોલીસે બંને પક્ષે પાંચ મહિલાઓ સહિત તમામ આઠ વ્‍યક્‍તિઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં યુવાનને અપમાનિત કરવા સબબ એટ્રોસિટીની ફરિયાદ

દ્વારકામાં આંબેડકરનગર વિસ્‍તારમાં રહેતા બુધાભાઈ નાથાભાઈ ચાનપા નામના ૩૦ વર્ષના યુવાન પાસેથી વિસ્‍તારમાં રહેતા લાલાભાઈ ઓડીચ ૨૦૦ રૂપિયા માંગતા હોય, તે બાબતે આરોપી લાલાભાઈએ ઉશ્‍કેરાઈને ફરિયાદી બુધાભાઈ સાથે ઝઘડો કરી, બિભત્‍સ ગાળો કાઢી, અપમાનિત કરતાં આ અંગે એટ્રોસિટી એક્‍ટની કલમ હેઠળ દ્વારકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરાણા ગામેથી જુગાર રમતા ત્રણ ઝડપાયા : ત્રણ ફરાર

વાડીનાર નજીક ભરાણા ગામે નદી કાંઠે ખુલ્લી જગ્‍યામાં બાવળ નીચે બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિરેન્‍દ્રસિંહ દિગુભા જાડેજા, આનંદબા દીપસંગ જાડેજા અને મરિયમબેન અબ્‍દુલભાઈ ચમડીયાને પોલીસે ઝડપી લઈ, રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ.૫૭,૦૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમ્‍યાન નિર્મલસિંહ છોટુભા જાડેજા પ્રતાપસિંહ કિરીટસિંહ જાડેજા અને જાવીદ કારુ ગોહિલ નામના ત્રણ શખ્‍સો ફરાર થઈ ગયા હતા. જે અંગે વાડીનાર મરીન પોલીસે તમામ છ શખ્‍સો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

માનસિક બીમારીથી કંટાળીને કલ્‍યાણપુરના યુવાને આપઘાત કર્યો

ભાણવડ તાલુકાના કલ્‍યાણપુર ગામે રહેતા રામદેભાઈ ખીમાભાઈ કરંગીયા નામના ૩૮ વર્ષના યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની ચાલુ સારવાર વચ્‍ચે તેમણે કંટાળીને પોતાની વાડીએ જઈને પોતાના હાથે એસિડ પી લેતા તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના પત્‍ની જશુબેન કરંગીયાએ ભાણવડ પોલીસને કરી છે.

મીઠાપુરમાં વળદ્ધાનું લોહીની ઉલટી  બાદ મળત્‍યુ

મીઠાપુરમાં ટાટા ટાઉનશીપ વિસ્‍તારમાં રહેતા દેવીબેન હમીરભાઈ ચાનપા નામના ૬૮ વર્ષના વળદ્ધ મહિલાને તા. ૧૭ ના રોજ એકાએક મોઢામાંથી ફીણ નીકળ્‍યા બાદ લોહીની ઉલટી થતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના પુત્ર પરબતભાઈ ચાનપાએ મીઠાપુર પોલીસને કરી છે.

કલ્‍યાણપુરમાં મહિલાને હૃદયરોગનો જીવલેણ હુમલો

કલ્‍યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્‍યાય ગામે રહેતા મોંઘીબેન નાથાભાઈ મેઘજીભાઈ સોનગરા નામના ૬૦ વર્ષના મહિલાને ભાટિયા ગામે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર ફરજ પરના તબીબોએ તેમને મળત્‍યુ પામેલા જાહેર કર્યા હતા. જે અંગેની જાણ મળતકના પુત્ર માધાભાઈ સોનગરાએ કલ્‍યાણપુર પોલીસની કરી છે.

(1:43 PM IST)