<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીના દર્શને જગદીશ વિશ્‍વકર્મા પરિવાર

રાજકોટઃ શ્રી જગદીશભાઈ વિશ્‍વકર્માએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે કાળી ચૌદશ સમૂહ યજ્ઞપૂજન મહોત્‍સવ   નિમીતે ચાલી રહેલ સમૂહ મારુતિયજ્ઞ પૂજન-અર્ચન-શ્રીફળ હોમ કરી  અને રાજ્‍યની જનતાના કલ્‍યાણ માટે દાદા સમક્ષ પ્રાર્થના કરી હતી. મંદિરમાં દર્શન  કરીને  શાંતિ અને ઊર્જાનો અનુભવ કર્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ એવં સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. તેમજ કેબીનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ ભાજપના કાર્યકર્તા ઉપસ્‍થિત રહ્યા હતા.   મંદિરના વહીવટકર્તા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી, શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા)અને સ્‍વામી શ્રી શુકદેવપ્રસાદદાસજી-નાર  તેમનું ફૂલહારથી સ્‍વાગત કરી શુભેચ્‍છા પાઠવી હતી.

(10:29 AM IST)