News of Tuesday, 21st October 2025
ભાવનગરમાં તબીબના બંગલામાં આગ
એસી ફાટવાથી ગેસ છુટયોઃ આખો પરિવાર ઝપટમાં: ૮ લોકો હોસ્પિટલમાં: એક કિશોર દાઝયો ઘર વખરી સળગી ગઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૧ :.. આજે વહેલી સવારે તબીબનાં બંગલામાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતાં ઘરમાં રહેલ એ.સી. ફાટતાં કાર્બન ડાયોકસાઇડ કરતા ડોકટરનો પરિવાર ઝપટ આવી ગયો હતો. અને આગમાં એક બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. જયારે અન્ય ૮ લોકોને ગુંગળામણ થતા હોસ્પીટલ ખસેડાયેલ છે. બનાવથી જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. અને ત્રણ ગાડી પાણી છંટકાવ કરી ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં ઘરવખરી સળગી જવા પામી છે.
વિગતો મુજબ આજે વહેલી સવારે પ.ર૬ કલાકે શહેરનાં ઘોડા સર્કલ વિસ્તારમાં ટી. વી. કેન્ડ નજીક રહેતા શહેરનાં જાણીતા બાળરોગનાં નિષ્ણાંત તબીબ ડો. ચંદન નરમાણીનાં મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ઘરમાં રહેલ એ.સી. ફાટતાં તેમાંથી કાર્બન ડાયોકસાઇટ વધુ નિકળતાં ઘરમાં રહેલ પરિવારજનો ગુંગળાઇ જવા લાગ્યા હતાં. જયારે હીત નરવાણી નામનો ૧પ વર્ષનો બાળક દાઝી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને આગની લપેટમાં આવેલ ડોકટર પરિવારના ૯ સભ્યોને સારવાર માટે હોસ્પીટલ ખસેડેલ. આગમાં ઘરની તમામ ઘરવખરી સળગી જવા પામેલ છે. નવસભ્યો પૈકી ચારને પ્રથમ સીવીલ હોસ્પીટલમાં અને બાદમાં તમામને બજરંગદાસબાપા આરોગ્યધામમાં ખસેડાયેલ છે. જાણવા મળતી વિગતો મુજબ પરિવારના સભ્યોને તકલીફ થતાં તેને સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવમાં ડો. ચંદન નરવાણી (ઉ.વ.૩૧), પ્રીતીબેન નટવાણી (ઉ.વ.૩પ), હરગુન નરવાણી (ઉ.વ.૪), નીતિન નરવાણી (ઉ.વ.૪૧), સીમાબેન નરવાણી (ઉ.વ.૩પ), સુનીતાબેન નરવાણી (ઉ.૬૯), આરવી નરવાણી (ઉ.વ.૧૬), મેશન્સ (ઉ.વ.૧૧) તેમજ હિત અ (ઉ.વ.૧પ) દાઝી ગયેલ છે.
ભાવનગર ફાયર બ્રીગેડનાં સ્ટાફે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ડો. ચંદન નરવાણીનાં સુરત રહેતાભાઇ નીતિનભાઇ તેના પરિવાર સાથે દિવાળી કરવા ભાવનગર આવ્યા હોય તે પણ આ બનાવમાં અસરગ્રસ્ત બન્યા છે. (પ-૧૩)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
