તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
વાંકાનેરમાં દિવાળીની રાત રકતરંજીત બનીઃ યુવકની હત્યા
જુના ઝઘડામાં સમાધાનમાં ગયેલા યુવાનો વચ્ચે તકરાર સર્જાતા ધ્રુવ કેરવાડીયા (ઉ.વ.ર૦) ને પ શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢિમ ઢાળી દિધુઃ હત્યારાઓની શોધખોળ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૧ :.. વાંકાનેરમાં દિવાળીની રાતે જ યુવકની હત્યાના બનાવની ચકચાર ફેલાવતી ઘટના સામે આવી છે, જેમાં દિવાળીની રાત્રીના વાંકાનેર શહેર નજીક નવાપરામાં વાસુકી દાદા મંદિર સામે રોડ પર જુના ઝઘડાના સમાધાનમાં ગયેલા યુવાનો વચ્ચે તકરાર સર્જાતા પાંચ શખ્સોએ મળી એક યુવકને બેફામ માર મારી છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને અન્ય શખ્સો સાથે માથાકુટ થઇ હોય, જેથી ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોડ પર જતા આરોપી ૧). સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ૨). ઋત્વિક જગદીશભાઈ કોળી, ૩). અનિલ રમેશભાઈ કોળી, ૪). વિશાલ સુરેશભાઈ વિજવાડિયા (રહે.ચારેય નવાપરા) અને ૫). કાનો દેગામા (રહે. વિશીપરા)એ ત્રણેય મિત્રોને ઘેરી,મારમારી આરોપીઓએ ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો ઉંડો ઘા કરી દેતાં યુવાન ઢળી પડ્યો હતો. જે બાદ યુવાનને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને મળત જાહેર કર્યો હતો.
આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસે મળતક યુવાનના પિતા પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયાની ફરિયાદ પરથી પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (પ-૧૬)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
