<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે કાળી ચૌદશ સમૂહ યજ્ઞપૂજન મહોત્‍સવ ઉજવાયો

જગદીશ વિશ્વકર્મા, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા ઉપસ્‍થિતીઃ પૂ. હરિપ્રકાશદાસજી સ્‍વામી, પૂ. વિવેકસાગર સ્‍વામિના આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો

 

રાજકોટ, તા.૨૧: સાળંગપુર ખાતે કાળી ચૌદસના શ્રી હનુમાનજી દેવતાના વિશેષ પૂજનનો  ભવ્‍ય રીતે ધામધુમ પુર્વક ઉજવાઇ ગયો. આ દિવસે હજારો હરિભક્‍તોએ - યજમાનશ્રીઓએ હનુમાન દેવના પૂજનનો વિશાળ યજ્ઞમંડપમાં લ્‍હાવો લીધેલ તેમજ દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ, મારુતિ યજ્ઞ પૂજન દર્શન વગેરેના દિવ્‍ય દર્શનનો લાભ પ્રત્‍યક્ષ તેમજ યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ. પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા.

આ પ્રસંગે સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી, સવારે ૮:૦૦ કલાકે અભિષેક, ૧૨:૦૦ કલાકે છપ્‍પનભોગ અન્નકૂટ આરતી, ૧૨:૩૦ કલાકે સમૂહ મારુતિ યજ્ઞ પૂર્ણાહુતી  કરવામાં આવેલ હતી. તેમજ ચોપડા પૂજન (શારદા પૂજન અને લક્ષ્મી પૂજન) સાંજે ૪:૦૦ કલાકે કરવામાં આવેલ.

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને એમ્‍બ્રોઇડરી વાળા રામ લખેલા વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ગુલાબના ફૂલોથી શણગાર કરાયો હતો. મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી,શણગાર એવં અન્નકૂટ આરતી શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા),છડી અભિષેક આરતી સ્‍વામી શુકદેવપ્રસાદદાસજી દ્વારા કરાઈ હતી.

દાદાના મંદિર અને સમગ્ર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્‍યુ હતું, મંદિરના વહીવટકર્તા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી, શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા) વિગેરે સંતમંડળ દ્વારા પૂજ્‍ય દાદાના  ભક્‍તો માટે વિશેષ સગવડ રહેવા-જમવાની તથા યજ્ઞ મંડપની અને પાર્કીંગની  સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

આ નિમિતે હનુમાનજી દાદાના રસોડામાં પ્રસાદીમાં  પુરી, બુંદી, મોહનથાળ, દાળ-ભાત,શાક, ખમણ વગેરે પકવાનોની પ્રસાદનો લાભ હજારો ભકતોએ લીધો હતો તેમજ બધા દર્શનાર્થીઓ ભક્‍તો માટે સવારના ચા -પાણી નાસ્‍તો -મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. તમામ સંતમંડળ-પાર્ષદમંડળ દ્વારા સમગ્ર મહોત્‍સવનું સંચાલન કરવામાં આવ્‍યુ હતું. તો આવા છે  સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા...‘શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ'

(11:43 AM IST)