<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

દિવાળી ટાણે જ ચોટીલામાં મકાનમાંથી અઢી લાખની ૧૯૧ બોટલ દારૂની ઝડપાઇ

કિશોર વયના ડીલેવરી બોય હોવાની ચર્ચા

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ર૧:  ચોટીલા શહેર અને તાલુકાનાં વિસ્‍તારમાં દેશી ઇગ્‍લીશ દારૂ ના વેચાણનું પ્રમાણ વધી રહેલ છે ત્‍યારે દિવાળી તહેવાર ઉપર જ શહેરના સોસાયટી વિસ્‍તારમાં અઢી લાખ થી વધુનો ઇગ્‍લીશ દારૂ પકડતાં બુટલેગરો માં ચર્ચા નો વિષય બનેલ છે. રાજ્‍યનાં પવિત્ર યાત્રાધામમાં જેની ગણનાં થાય છે. તેવા ચોટીલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલા યોગી નગર સોસાયટીમાં જિલ્લા એલસીબી, પેટ્રોલ ફલો સ્‍કવોડ સહિતની ટીમે ચોક્કસ બાતમીના આધારે કુલરાજભાઇ શાંતુભાઈ માલા ના રહેણાંક મકાનમાં દરોડો પાડેલ હતો. દરોડા દરમ્‍યાન પોલીસને ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૯૧, રૂ.૨,૬૬,૨૦૦/- નો મુદામાલ મળી આવેલ હતી પરંતું આરોપી હાજર નહીં મળતા કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના દરોડામાં પોલીસના હાથે મુદ્દામાલ ઝડપાય છે પરંતુ આરોપીઓ હાથ લાગતા નથી ત્‍યારે જિલ્લામાં નવા આવેલ પોલીસ વડાએ આપેલ સુચના બાદ બ્રાન્‍ચો અને પોલિસ અધિકારીઓમાં અલગ એલર્ટ જોવા મળી રહેલ છે ત્‍યારે ચોટીલામાં એક બે સ્‍થળોએ ઇગ્‍લીશના સ્‍ટેન્‍ડ ચાલતા હોવાનું તેમજ નાના કિશોર યુવા વય ના ડીલેવરી બોય દ્વારા બુટલેગરોનું નેટવર્ક હોવાનું તેમજ જુના બસ સ્‍ટેન્‍ડ પાછળ, મફતિયાપરા, થાનરોડ આસપાસ, રેફરલ પાછળ સહિતના અનેક સ્‍થળોએ ગે. કા. દેશી દારૂનો વેપલો પણ છેડે ચોક ચાલતો હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે.

તસવીરઃ હેમલ શાહ

 

(11:48 AM IST)