<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

મંત્રી બન્‍યા બાદ અમૃતિયાએ સૌપ્રથમ માં ચામુંડાના ચરણોમાં શિશ નમાવ્‍યું

મહંત પરિવાર હસ્‍તે સંકલ્‍પ કરી મત વિસ્‍તારમાં કર્યું પ્રયાણ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ર૧: દિવાળીના દિવસે મોરબીના ધારાસભ્‍ય અને રાજ્‍ય કક્ષાના મંત્રી બન્‍યાં બાદ પ્રથમ તેઓના કુળદેવી ચામુંડા માતાજીના ચરણોમાં શિષ નમાવી સંકલ્‍પ કરી તેઓના મત વિસ્‍તાર મોરબી તરફ પ્રયાણ કર્યું હતું.

નવી સરકારમાં રાજ્‍યના શ્રમ કૌશલ્‍ય વિકાસ અને રોજગાર મંત્રી બનેલા તરીકે કાંતીલાલ અમળતિયાએ દિવાળીના દિવસે પ્રથમ યાત્રાધામ ચોટીલા ની પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ટૂકી મુલાકાત લઇ ડુંગર ટ્રસ્‍ટ ની તળેટી ઓફિસ ખાતેથી ડુંગર ઉપર બિરાજમાન માતાજીની પ્રતિમાને લાઇવ નિહાળી શિષ નમાવી દર્શન કર્યા હતા. તેમજ મહંત પરિવારના હસ્‍તે સંકલ્‍પ કરી આશિષ મેળવ્‍યાં હતા.

આ પ્રસંગે અમળતિયાએ જણાવ્‍યું હતું કે મંત્રી તરીકેનો પદભાર સંભાળ્‍યા બાદ મારા મત વિસ્‍તારમાં સર્વ પ્રથમવાર જઈ રહ્યો છું. તે પહેલા જ કુળદેવી ચામુંડા માતાજીના દર્શન આશિર્વાદ માટે આવેલ હતા.

આ પ્રસંગે મહંત પરિવાર દ્વારા પરંપરાગત સ્‍વાગત સન્‍માન કરવામાં આવ્‍યું હતું તેમજ સ્‍થાનિક તોહીજનો વિશેષ હાજર રહ્યાં હતાં.

તસવીરઃ  હેમલ શાહ

(11:50 AM IST)