News of Tuesday, 21st October 2025
આટકોટ પાસે વાડીના કુવામાં ખાબકેલી ગાયનું સેવા ભાવી ટીમ દ્વારા રેસકયુ

આટકોટઃ ઘનશ્યામભાઈ ખોખરીયા ની વાડી નાં કુવા માં ગાય ખાબકી હોવાનાં સમાચાર મળતાં તાત્કાલિક ધોરણે ૨૦ જેટલા યુવાનો દોડી ગયા હતા કામધેનુ ગૌશાળા નાં રમેશભાઇ સહિતનાં સેવા ભાવી લોકાએ ગાયને દોરડા વડે બાંધી ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેસીબી ની પણ મદદ લેવામાં આવી હતી આ ગાય ને બહાર કાઢી ને સારવાર માટે ગૌશાળા માં ખસેડવામાં આવી હતી યુવા ટીમ દ્વારા મહામહેનતે ગાય બહાર કાઢી હતી ે આવાં કોઈ પશું બીમાર પડી જાય કે મુશ્કેલ માં પડી જાય ત્યારે ગૌશાળા નાં યુવા ટીમ દ્વારા તેમની સાર સંભાળ રાખે છે તેમની સારવાર કરે છે. (તસવીરોઃ કરશન બામટા)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
