News of Tuesday, 21st October 2025
શ્રી દ્વારકાધીશ ભગવાનના મંદિરે ભાઇબીજના દર્શનમાં ફેરફાર

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૧ : તા. ૧૯ થી તા. ર૩-૧૦-ર૦રપ દરમ્યાન દિપાવલી/ નૂતન વર્ષ ઉત્સવ ઉજવવામાં આવનાર હોઇ તે અંગે શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના ક્રમ બાબતે તા. ૧૩-૧૦-ર૦રપ ના રોજ જાહેર વિજ્ઞાપ્તિ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં તા. ર૩-૧૦-ર૦રપ ને બુધવારને ભાઇબીજના દિવસે શ્રીજીના દર્શનના ક્રમમાં નીચે મુજબનો ફેરફાર હોઇ જે અંગે સર્વે વૈષ્ણવોએ ધ્યાને લઇ દર્શનનો લાભ લેવા જણાવ્યું છે.
જેમાં મંગળા આરતી સવારે ૬-૩૦ વાગ્યે અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે.
આ દર્શનનો સમયનો લાભ શ્રી દ્વારકાશી મંદિરના ઓફિસીયલ સોશિયલ મીડીયાના માધ્યમથી લેવા હિમાંશુ એલ. ચૌહાણ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટરની યાદીમાં જણાવ્યું છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
