News of Tuesday, 21st October 2025
ઉનાની ખાડીમાં ફિશીંગ બોટ અને નાની હોડીમાં છુપાવેલ ૧૧ લાખના દારૂ સાથે ર ઝડપાયાં : ૭ ફરાર

(રવીન જોષી દ્વારા) ઉના, તા. ર૧ : નજીકમાં ખાડીમાંથી ફિશીંગ બોટ અને નાની હોડીમાં ૧૧ લાખની દારૂની બોટલોનો જથ્થો પોલીસે પકડી લીધો હતો. આ દારૂના જથ્થા સાથે પોલીસે જેન્તી જગાભાઇ અને દિલીપ હાજીભાઇ બન્નેને પકડી લીધા હતાં.
રેન્જ આઇ જી. પી. નિલેશ ભાઈ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સૂચના થી ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેકટર એમ. વી. પટેલ, પી. એસ. આઈ. એ. સી. સિંધવ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ ભાઈ મોરી, ગોવિંદ સિંહ વાળા, કમલેશ ભાઈ પીઠિયા, ધર્મેન્દ્ર સિહ ગોહિલ, સંદીપ સિંહ ઝનકાટ, રવિસિંહ બારડ અને સ્ટાફ પેટ્રોલિંગ માં હતા ત્યારે ઉના નજીક ભીંગરણ ગામ ની સીમ માં સ્મશાન પાસે એક ખાડી માં એક અજમેરી સાગર નામની બોટ નંબર માં અને બાજુ માં એક નાની હોડી માં અમુક લોકો હેરા ફેરી કરી માલ ઉતારતા હતા તેમજ એક બંધ મચ્છા ફાર્મ માં છૂપાવેલ વિદેશી દારૂ નો જથ્થો પોલીસ કબજો કરી મોટી બોટ અને નાની બોટ માં રાખેલ તેમજબાકીનો મૂર્ધા ફાર્મ માં રાખેલ પરપ્રાંત ની ઈંગ્લીશ દારૂ ની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો નંગ ૭૨૧૧ જેની કિંમત રૂપિયા ૧૧લાખ ૦૫હજાર ૨૨૫/નો દારૂ એક મોટી બોટ ની કિંમત ૫લાખ, મોબાઈલ ફોન નગ ૨, નાની હોડી એક બન્ને ની કિંમત રૂપિયા ૨૦૦૦૦/ મળી કુલ રૂપિયા ૧૬ લાખ ૨૫ હજાર ૨૨૫નો મુદ્દામાલ પકડી લીધો હતો.
આ દારૂના જથ્થા સાથે જેન્તી જગાભાઈ મજીઠીયારે. ભીંગરણ, દિલીપ હાજી ભાઈ સિંગડ રે. રામેશ્વર વાળાને હજુ પકડી પડેલ છે.
આ દારૂ દરોડોમાં ે અન્ય આરોપી રોહિત મોહન ભાઈ વાજા, રોહિત ડાયાભાઈ ચુડાસમા, વિજય રાયસિંગ ચૂડાસમા, રણજીત ઉર્ફે કોટ્વાલ નાનું ભાઈ અને જગદીશ ઉર્ફે ટીકુ હમીર ભાઈ બાંભણિયા હજુ ફરાર છે જેમાં ત્રણ ભીંગરણ ના બે ચીખલી ગામ, એક રામેશ્વર ગામ એક સિલોજ ગામ ના છે પકડાયેલા જન્તી અને દિલીપ બે આરોપી ને મુદામાલ સાથે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કર્યો હતો. પાંચ ફરાર આરોપી ને પકડવા તજવીજ શરૂ કરી છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
