News of Tuesday, 21st October 2025
વાંકાનેર શ્રી સદગુરૂ આશ્રમે પૂ. રણછોડદાસજી મહારાજનો પ્રાગટય દિવસ ઉજવાશે
શનિવારે પૂ. ગુરૂદેવનું ષોડસોપચાર પૂજન, અન્નકુટ, મહાઆરતી, રામધુન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોઃ ગોંડલ શ્રી રામજી મંદિરના પૂ. જયરામદાસજી મહારાજ આર્શિવચન પાઠવશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ર૧: વાંકાનેર-રાજકોટ રોડ પર રઘુવંશીનગર ખાતે આવેલ સદગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ પરમ પુજય હરીચરણદાસજી મહારાજ પ્રેરીત શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે કારતક સુદ-૪ ને તા. રપ-૧૦-રપ ને શનિવાર ના રોજ પ.પૂ. સદગુરૂદેવ શ્રી રણછોડદાસનું મહારાજ નો પ્રાગ્ટયદિન તથા અન્નકુટ ઉત્સવ શ્રધ્ધા અને ભકિત સાથે ધામધુમથી ઉજવાશે.
આ તકે સમગ્ર કાર્યક્રમ ગોંડલ રામજી મંદિરના ગાદીપતી સદગુરૂ પ.પૂ. હરીચરણદાસજી મહારાજના અંતરક્ષા આર્શિવાદ સાથે વર્તમાન ગાદીપતિ પ. પૂ. જયરામદાસજી મહારાજના વિશેષ ઉપસ્થીતીમાં અનેકવિધ કાર્યક્રમોમાં સદગુરૂદેવશ્રી પ.પૂ. રણછોડદાસજી મહારાજનો પ્રાગ્ટયદિન તથા અન્નકોટ ઉત્સવ ભવ્ય અને દિવ્ય અને ભકિત ભાવ થકી ઉજવવા સદગુરૂ શિષ્ય પરિવારોમાં તથા ટ્રષ્ટીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે.
કાર્યક્રમના પ્રારંભે સવારે છ કલાકે ષોડષો પુજન બાદ મંગળા આરતી ત્યાર બાદ પુજય ગુરૂદેવ ને અગ્યાર કલાકે અન્નકોટ ભોગ ધરાવાશે ત્યારબાદ સાંજે પ થી ૭ શ્રી રામધુન તથા હનુમાન ચાલીસાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે તેમજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી યોજાશે ત્યારબાદ પુજય જયરામદાસજી મહારાજના મુખેથી ઉપસ્થીત તમામ સદગુરૂ શિષ્ય પરિવારોને આર્શિવાચન પાઠવશે ત્યારબાદ રાત્રે ૮ કલાકે તમામ શિષ્ય પરિવારો માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે.
આજના આ મહાપ્રસાદના મુખ્ય યજમાન તરીકે ભુપતભાઇ જોબનપુત્રા (આફ્રિકાવાળા) પરિવાર રહેશે.
પૂજય બાપુના પ્રાગ્ટય ઉત્સવ અંતર્ગત સમગ્ર સદગુરૂ આનંદ આશ્રમને રોશનીના ઝગમગાટથી શણગાર કરવામાં આવેલ છે અને ટ્રષ્ટી મંડળ તથા શિષ્ય પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.
તો ઉપરોકત અન્નકુટ દર્શન, રામધુન, મહાઆરતી તથા મહાપ્રસાદ નો લાભ લેવા તમામ સદગુરૂ શિષ્ય પરિવારો સહપરિવાર સાથે પધારવા જાહેર આમંત્રણ સાથે ટ્રષ્ટીઓએ યાદી આપતા જણાવ્યું છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
