<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું :ધ્રોલના અગ્રણીઓ સહિત અનેક યુવાનો રહ્યા ઉપસ્થિત

જયેશભાઈ રાદડિયાએ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સમાજ અને વિસ્તારના વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૧ : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય  જયેશભાઈ રાદડિયા દ્વારા જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે નૂતન વર્ષના પાવન અવસરે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા અગ્રણીઓ અને શુભેચ્છકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં ધ્રોલના મહાદેવ ડેરીના માલિક જેનીસભાઈ ઝાલાવાડીયા, ધ્રોલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શ્રી નવલભાઈ મુંગરા, ધ્રોલના જાણીતા બિલ્ડર  રેનીસભાઈ પટેલ, રાજકોટ જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ પડારીયા સહિત મોટી સંખ્યામાં ધ્રોલ અને આસપાસના વિસ્તારના અગ્રણીઓ અને યુવાન મિત્રો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સમાજ અને વિસ્તારના વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ પણ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી ધારાસભ્યશ્રીના જનહિતના કાર્યોને બિરદાવ્યા હતા. આ સ્નેહમિલન થકી સૌરાષ્ટ્રભરના અગ્રણીઓ વચ્ચે સામાજિક અને સંગઠનાત્મક સંબંધો વધુ મજબૂત બન્યા હતા. કાર્યક્રમનું સમાપન સૌના માટે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષની શરૂઆત લઈને આવ્યું હતું.

(1:07 PM IST)