<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

કુતિયાણા પાસે ટ્રકમાંથી ઝડપાયેલો સવા કરોડનો દારૂ નાગકાના રાજૂ અમરભાઇએ મંગાવેલ

દિવાળીએ દારૂ ભરેલો ટ્રક પકડી લેવામાં એલસીબીને મોટી સફળતા પશુ આહારના બાચકાંઓની આડમાં છુપાવેલ ઇગ્‍લીંશ દારૂની ૮૧૦ પેટીઓમાંથી ૧૪૫૪૪ નંગ બોટલો મળી : છાંયાના ટ્રક ડ્રાઇવર ભીમા નાથાભાઇની ધરપકડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: કળતીયાણા નજીક રોદડા ગામના પાટીયા પાસે આવેલ હાઇવેના ખાચા પાસે ટૂંકમાંથી પશુ આહારના બાચકાઓનો આડમાં છુપાવી લઇ આવતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની નાની-મોટી બોટલો ભરેલ પેટીઓ નંગ-૮૧૦ કુલ બોટલો નંગ- ૧૪,૫૪૪- જેની કુલ, કિ.રૂ. ૧,૨૮,૪૨, ૪૦૦- તથા ટ્રક કન્‍રૂ. ૧૦ લાખ તથા અન્‍ય મુદામાલ મળી કુલ રૂા. ૧, ૩૮, ૮૧, ૪૦૦/- ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને ભીમા નાથાભાઇ રે.છાંયા વાળાને પકડી લીધો હતો. આ દારૂનો જથ્‍થો નાગકા ગામના રાજુ અમરભાઇ કોડીયાતરે મંગાવ્‍યાનું ખુલતા પોલીસે ગુન્‍હો નોંધ્‍યો છે. સ્‍ટાફના માણસો દિવાળીના તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન કુતીયાણા તાલુકાના ચૌટા ગામ નજીક એલ.સી.બી. પો.ઇન્‍સ. શ્રીઆર.કે.કાંબરીયાને બાતમી બાદ રાજકોટથી પોરબંદર તરફના આવતા હાઇવે ઉપર ટ્રક (નં.જીજે-૧૧-વાય-૭૬૫૦) રોધડા ગામના પાટીયા પાસે હાઇવેના ખાચા પાસે ટ્રક ચેક કરતા પશુ  આહાર રાજધાનના બાચકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ મળી આવતા ટ્રક ડ્રાઇવર ભીમા નાથાભાઇ ઉર્ફે નથુભાઇ ઓડેદરા ઉ.વ.૩૭ રહે. છાંયાને પકડી લીભો હતો.

આ દારૂ ભરેલ ટ્રકમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોકસ નંય-૮૧૦ કુલ નાની-મોટી બોટલો નંગ-૧૪૫૪૪ જેની કુલ કી.રૂ.૩૪૦૦૦/ મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૩૮,૮૧,૪૦૦/ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી લીધો હતો.

નાગકાના રાજુ અમરાભાઇ કોડીયારતર રહે. નાગકા દરવાળાના કહેવાથી દારૂનો જથ્‍થો મોકલનાર એક અજાણ્‍યો શખ્‍સે દારૂનો જથ્‍થો ભરાવડાવેલ હોય. જેથી ત્રણેય ઇસમો વિરૂધ્‍ધ કુતીયાણા પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબેશન ગુન્‍હો નોંધ્‍યો છે.

દિવાળીના દિવસે સવા કરોડનો દારૂનો મોટો જથ્‍થો પકડવાની આ કામગીરીમાં LCB I/C શ્રી આર.કે.કાંબરીયા તથા ASI  બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા તથા HC ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લષ્‍મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસ તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. કોન્‍સ્‍ટેબલ રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.(૨૩.૧૧)

(2:10 PM IST)