તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
સાવરકુંડલામા દિવાળીના દિવસે જામ્યું ઈંગોરીયા યુદ્ધ
લગભગ 40 વર્ષથી દિવાળીની રાતે ઈંગોરિયા યુદ્ધ જામે છે : ઈંગોરીયા યુદ્ધ જે કોકડામાંથી બનાવીને કરે છે લડાઈ

સાવરકુંડલામા દિવાળીના દિવસે જામે છે ઈંગોરીયા યુદ્ધ જે કોકડામાંથી બનાવીને કરે છે લડાઈ.આ કોઈ બે દેશ વચ્ચેનુ યુધ્ધ નથી પહેલા સાવર અને કુંડલા વચ્ચે થતું ઈંગોરીયા યુદ્ધ જે સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક આ ભાગ છે સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકતા રહે છે. જેને ઈંગોરીયા યુદ્ધ તરીકે પ્રખ્યાત છે .
સાવરકુંડલામાં લગભગ 40 વર્ષથી દિવાળીની રાતે ઈંગોરિયા યુદ્ધ જામે છે યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોઈ...આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકે છે.આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ.હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે.આ રમત જોવા લોકો અમદાવાદ,મુંબઈ,કલકત્તા, રાજકોટ જેવા મોટા શહેરોમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે અને નિર્દોષ ભાવથી રમે છે અને કોઈ જાનહાની કે નુકશાન થતું નથી.
ઈંગોરીયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે. પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ ઈંગોરીયાનું સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરીયાની જેમજ કોકડા એક બીજા ઉપર ફેંકે છે.આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી.આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં, રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે. સાવરકુંડલાની બહાર રહેતા લોકો પણ ઈંગોરીયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે. આ રમત શરૂ થતા પહેલા જ ફાયર વિભાગથી લઈ પોલીસ સ્ટાફ સહિતના લોકો તૈનાત રહે છે
ઈંગોરિયા અને કોકડાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાન હાની થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપુર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખુણે સ્થાઈ થયો હોઈ પરંતુ દિવાળીના દિવસે તે અચુક કુંડલામાં આ રમત રમવા આવે છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
