News of Tuesday, 21st October 2025
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ ગયેલ કુલ ૧૩ મોબાઇલ કિં.રૂ. ૨,૪૯,૦૦૦/-ના મુળ માલીકોને પરત કરતી જામનગર સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ
જામ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોના અલગ અલગ સમયે ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સર્વેલન્સ સ્કોડ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોવાથી ટેકનીકલ શોર્સીસ તથા CEIR પોર્ટલ એપ્લીકેશન આધારે કામગીરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ :પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ અશોક કુમાર તથા જામનગર પોલીસ વડા ડો. રવિમોહન સૈની નાઓએ કરેલ સુચના તથા માર્ગદર્શન મુજબ જામનગર શહેર નાયબ પોલીસ અધીક્ષક શ્રી જયવીરસિંહ ઝાલા સાહેબનાઓએ સુચના કરેલ કે સામન્ય નાગરીકો ના ગુમ થયેલ મોબાઇલ ફોન ની સતત તપાસમાં રહેવુ અને વધુ માં વધુ મોબાઇલ શોધી પરત કરવા સતત પ્રયત્નશીલ રહેવું જે સુચના મુજબ સીટી બી ડીવી.પો.સ્ટેના પો.ઈન્સ.શ્રીની સુચનાથી તથા પો.સબ.ઈન્સ એમ.વી.મોઢવાડીયાના વર્ષ ૨૦૨૩ તથા ૨૦૨૪ ના જુના ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા માટે વિશેષ ટીમ બનાવી પ્રયત્નશીલ રહેલ હતા.
“તેરા તુજકો અર્પણ”અંતર્ગત જામ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોના અલગ અલગ સમયે ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કોડ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પો.કોન્સ પ્રહલાદસિંહ જાડેજાએ ટેકનીકલ શોર્સીસ તથા CEIR પોર્ટલ એપ્લીકેશન આધારે કુલ ૧૩ મોબાઇલ ફોન શોધી કાઢેલ જેમા એક મોબાઇલ ફોન જમ્મુ કશ્મીર ખાતેથી તેમજ ૨ મોબાઈલ ફોન કચ્છ જીલ્લા ખાતેથી તેમજ જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તાર માથી તેમજ આજુબાજુના જિલ્લા માથી તેમજ ૨૦૨૩/૨૦૨૪ના વર્ષમાં ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢી ખોવાયેલ મોબાઇલ ફોનને મૂળ માલીકોને મોબાઇલ મળ્યા અંગેની જાણ કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેરા તુજકો અર્પન કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૩ મોબાઈલ ફોન કિ.રૂ. ૨,૪૯,૦૦૦/- ના મુળ માલીકોને દીવાળી જેવા પર્વ અંતર્ગત ધનતેરશના દીવસે પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
