<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

દિવાળીના પર્વે ઝળહળ્યું : ગિરનાર પર્વત પરથી રોશનીથી શણગારેલા જુનાગઢનો અદ્દભૂત નજારો

દિવાળીના પર્વની રોનક, ઉત્સાહ અને ભરપૂર ઉમંગ

જૂનાગઢ ; દિવાળીના પર્વે જૂનાગઢ ઝળહળ્યું હતું પ્રકાશ પર્વ . દિવાળી અને નવા વર્ષના આગમનની ખુશીમાં જૂનાગઢ વાસીઓએ જોરદાર આતશબાજી કરી હતી . જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ગિરનાર પર્વત પરથી ભાવિકોએ આકાશી નજારો કેદ કર્યો હતો . એક તરફ અવનવી લાઇટોથી ઝગમગતું જૂનાગઢ.અને એમાંય ફટાકડા સહિતની આતશબાજીની રોશની. જેણે સમગ્ર વિસ્તારમાંથી અંધકારને દૂર કરી દીધો હતો . દિવાળીના પર્વની રોનક, ઉત્સાહ અને ભરપૂર ઉમંગ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પરથી કેદ આ દ્રશ્યો ખૂબ રમણીય લાગી રહ્યા છે.

 


 

(1:10 AM IST)