News of Wednesday, 22nd October 2025
વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ ઉપર ગ્રીનચોક પાસે એકટીવા ચાલકે બે બાળકોને હડફેટે લીધા: ફરાર
ઇજાગ્રસ્ત બાળકના પિતાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી

વાંકાનેર શહેરમાં આવેલ સિટી સ્ટેશન રોડ ઉપર ગ્રીનચોક પાસે એકટીવા ચાલકે બે બાળકોને હડફેટે લીધા હતા જેથી તેઓને હાથે પગે અને શરીર ઇજાઓ થઇ હોવાથી બાળકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને એકટીવા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં ઇજાગ્રસ્ત બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેર શહેરમાં ગ્રીન ચોક પાસે આવેલ સલોટ શેરીમાં રહેતા ઈરફાનભાઇ અબ્દુલભાઈ કાજી (39) એ એકટીવા નંબર જીજે 36 એકયુ 4650 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ગ્રીનચોક પાસેથી એકટીવા ચાલક પોતાનું વાહન લઇને પસાર થયો હતો ત્યારે ફરિયાદીના દીકરાને હડફેટે લઈને ડાબા હાથના પંજામાં તથા ડાબા પગના ઢીંચણના ભાગે ઇજા કરી હતી તથા સમીરને દાઢીના ભાગે અને ડાબા પગમાં ઇજાઓ કરી હતી અને એકટીવા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભ ઇજાગ્રસ્ત બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
