News of Wednesday, 22nd October 2025
ગીર સોમનાથના કોડીનારમાં જ્ઞાનની ઉજવણી કરાઈ
લોકોએ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજાને તેમના વજન જેટલા પુસ્તકો ભેટમાં આપી સન્માનિત કર્યા

ગીર સોમનાથના કોડીનારમાં જ્ઞાનની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજાને તેમના વજન જેટલા પુસ્તકો ભેટમાં આપી સન્માનિત કર્યા હતાં. મંત્રીએ આ તમામ ભેટમાં મળેલા પુસ્તકો, નોટબુક્સ અને સ્ટેશનરી સામગ્રી સરકારી શાળાના નાના વિદ્યાર્થીઓને વિતરણ કરી તહેવારને જ્ઞાનના પ્રકાશ સાથે ઉજવ્યો હતો
.આ તકે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રધુમન વાજા જણાવ્યું હતું કે પુસ્તકો છે તે અમૂલ્ય વારસો છે તેની કોઈ તુલના થઈ શકે તેમ નથી "ફૂલ તો કાંઈ દિવસમાં સુકાઈ જાય છે, પરંતુ પુસ્તક જીવનભર પ્રેરણા આપે છે. શિક્ષણ જ એ દીવો છે જે રાષ્ટ્રના વિકાસનો માર્ગ પ્રકાશિત કરે છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
