News of Wednesday, 22nd October 2025
ધોરાજીનાં જેતપુર રોડ નેશનલ હાઇવે પર બે મોટરસાયકલ અથડાયા :બે યુવાનોને ગંભીર ઈજા
બન્ને ઈજાગ્રસ્ત યુવાનોને વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નુતન વર્ષાનાં સમી સાંજે અકસ્માત સર્જાયો હતો. ધોરાજીનાં જેતપુર રોડ નેશનલ હાઇવે પર બે મોટરસાયકલ અકસ્માતમાં બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતાં.ધોરાજી સરકારી હોસ્પિટલમાં એક સો આઠ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત યુવાનો ખસેડવામાં આવ્યા હતાં.ધોરાજી સરકારી હોસ્પિટલ માં ફરજ પરના તબીબે બન્ને ઈજાગ્રસ્તોની સારવાર કરી હતી.અને બન્ને ઈજાગ્રસ્ત યુવાનો વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતને લઈ લોકો ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતાં. અકસ્માતને લઈને ધોરાજી તાલુકા પોલીસ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
