<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

ગિર સોમનાથમાં સાવજ પરિવાર રોડ પર લટાર મારવા નિકળ્યા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

સિંહ પરિવારના રોડ પર લટારના દ્રૃશ્‍યો જોતા ત્‍યાંથી પસાર થતા વાહનો થંભી ગયા હતા, બે સિંહોનો પરિવાર એક સાથે હોવાનું મનાઇ રહ્યું છે

ગીર સોમનાથ: જિલ્લામાં ફરી એકવાર સિંહ પરિવારની લટારના દ્રશ્યો સામે આવ્યા છે. કોડીનાર તાલુકાના અરણેજ ગામ નજીકના રોડ પર સાવજ પરિવાર રસ્તો ઓળંગતો જોવા મળ્યો. આ દ્રશ્યો વાહનચાલકોએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે બે સિંહણો સાથે છથી વધુ બાળસિંહો રસ્તો પાર કરી રહ્યા છે.

સિંહ પરિવારના રોડ પર લટારના આ દ્રશ્યો જોતા જ ત્યાંથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. લોકો પોતાના વાહનમાંથી બહાર ન નીકળતા સાવચેતીપૂર્વક દૂરથી જ દ્રશ્યો કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ વાયરલ થઈ ગયો. આ નજારો જોઈ વાહનચાલકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

સામે આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બે સિંહણો બાળસિંહ સાથે રોડ ઓળંગી રહી છે અને બાળસિંહો પણ તેમની સાથે ચાલતા દેખાઈ રહ્યા છે. બે સિંહોનો પરિવાર એક સાથે હોવાનું મનાય રહ્યું છે.

અવારનવાર ગીર સોમનાથ જિલ્લામાં સિંહ પરિવાર લટાર મારતા જોવા મળે છે, આવા દ્રશ્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્થાનિક લોકો માટે હવે આ કોઈ નવી વાત નથી રહી.

(12:17 PM IST)