<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

સગીર વયની દિકરીનું બળજબરી પૂર્વક યૌન શૌષણ કરતા આરોપીને પકડી પાડતી મેંદરડા પોલીસ

માતા-પિતાની ગેરહાજરીમાં આરોપી હાર્દિક કાપડીયાએ ઘરમાં ઘુસી બળજબરથી યૌનવ શોષણ કર્યુઃ દિકરીના પરિવારે ફરીયાદ કરતા પોલીસે તાત્‍કાલીક ધોરણે તપાસ આદરી આરોપીને ગણતરીના જ દિવસોમાં ઝડપી લીધો

જુનાગઢઃ મેંદરડા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સગીર વયની દિકરી ઉપર થયેલ જધન્‍ય જાતીય શારીરિક ગુનાના આરોપીને ગુણતરીના દિવસોમાં પકડી લીધો છે.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા જુનાગઢ જીલ્લાના પોલીસ વડા IPS સુબોધ ઓડેદરા નાઓએ સગીરવયના બાળકો સાથે થતા શારીરીક યૌન શોષણના ગુનાઓમા સંવેદનશીલતા દાખવી ગુનો નોંધી આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય તેમજ વિસાવદર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક IPS રોહીત ડાગર સાહેબ નાઓની આગેવાની હેઠળ તેઓની " zero tolerance towards sexual crime against children " ની નિતીને ધ્યાને લઈ વિસાવદર ડીવીઝન તાબાના મેંદરડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી.સરવૈયા નાઓની ટીમ દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે એક સગીર વયની દિકરી દુર્ગા (ઓળખ છુપાવવા નામ બદલેલ છે.)ની સાથે એક અજાણ્યા ઈસમે તેના માતા-પિતાની ગેરહાજરીમા તેના રહેઠાણ ખાતે બળજબરીપૂર્વક ઘુસી જઈ છરી બતાવી બાળકીને મ્રુત્યના ભયમા મુકી તેનુ બળજબરીપૂર્વક યૌન શોષણ કરેલ હોય જે બાબતે ગુજરાત સરકારની નવકાર્યન્વિત હેલ્પલાઈન ૧૧૨ મારફતે ફરીયાદ મળતા ત્વરિત વિસાવદર એ.એસ.પી રોહિતકુમાર  ઘટના સ્થળ ઊપર ધસી જઈ ટીમો બનાવી ત્વરીત એકશનમાં આવી ફરીયાદીશ્રીની ફરીયાદ દાખલ કરી બાળકીનુ ચાઈલ્ડ હેલ્પલાઈન નં.૧૦૯૮ ની મદદ થી ફાળવેલ મહિલા કાઊન્સીલર મારફતે કાઊન્સેલીગ કરાવી બનેલ બનાવ વિગતવાર સમજી આરોપીનુ વર્ણન મેળવી સ્કેચ આર્ટીસ્ટ દ્વારા સ્કેચ બનાવડાવી,ફિલ્ડ સર્વેલન્સ,ખાનગી બાતમીદારો, સીસીટીવી ચેકિંગ ટીમ ,ટેકનીકલ સર્વેલન્સ ટીમ વિગેરે ટીમો એકત્રીત કરી રાઊન્ડ ધ ક્લોક શોધખોળ શરૂ કરી શકંમદ ઈસમો ની ઘનિષ્ટ પૂછપરછ શરૂ કરતા સી.સી.ટી.વી તેમજ અન્ય ટેકનીકલ ડેટાના વિશ્લેષણ આધારે એક શકમંદ ઈસમને રાઊન્ડ અપ કરી તેની સાઈકોલોજીકલ ઢબે પૂછપરછ કરતા પોતે આ ગુનાને અંજામ આપેલ હોય તેવી કબુલાત કરતા આ સંબધે સમર્થનકારી હકિકતો ચકાસી આ ગુનાના કામે આરોપી હાર્દિક અમૃતલાલ કાપડીયા, જાતે-લેઊવા પટેલ ઊ.વ.૩૬ રહે-ચોરવાડી ગામ, તા.જીલ્લો-જુનાગઢવાળાને ગઈ તા. ૨૦/૧૦/૨૦૨૫ ના રોજ અટક કરી દિન-૦૩ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ ઊપર મેળવેલ છે.ગુનાના કામે આરોપી પાસે થી ગુનામા ઊપયોગ મા લીધેલ છરી સહિત નો તમામ મુદ્દામાલ કબ્જે કરેલ છે. ગુનાની આગળ ની તપાસ એ.એસ.પી રોહિતકુમાર  વિસાવદર ડીવીઝન નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપી:-
 હાર્દિક અમ્રુતલાલ કાપડીયા,જાતે-લેઊવા.પટેલ ઊ.વ ૩૬ રહે-ગામ-ચોરવાડી, તા.જીલ્લો-જુનાગઢ
પકડાયેલ આરોપીઓ નો ગુન્હાહિત ઇતિહાસ:-
આ કાર્યવાહીમાં (૧) બિલખા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૮૨૦૦૧૩૬/૨૦૨૦ જી.પી.એ. કલમ ૧૩૫ મુજબ
સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ-
(૧) એ.એસ.પી શ્રી રોહિતકુમાર  વિસાવદર ડીવીઝન
(ર) પોલીસ ઈન્સપેકટર પી.સી.સરવૈયા.
(૩) એ.એસ.આઈ અરવિદભાઈ હેરભા
(૪) એ.એસ.આઈ શૈલેષ સોંદરવા
(૫) એ.એસ.આઈ દિવ્યેશ પરમાર
(૬) એ.એસ.આઈ હિતેષભાઇ બલદાણીયા
(૭) હે.કો કેતનભાઇ મકવાણા
(૮) હે.કો.જયેશભાઇ વિકમા
(૯) પો.કોન્સ. ભગીરથસિંહ બુડા
(૧૦) પો.કોન્સ. કનકસિંહ સિંધવ
(૧૧) પો.કોન્સ. આશિષભાઇ દયાતર
(૧૨) પો.કોન્સ. રાકેશસિંહ દયાતર
(૧૩) પો.કોન્સ. રણજીતસિંહ સિસોદીયા
(૧૪) પો.કોન્સ. રજનીકાંતભાઇ મહેતા
(૧૫) પો.કોન્સ. રાજેશભાઇ પરમાર
(૧૬) પો.કોન્સ. પ્રભાતભાઇ ડાંગર
(૧૭) પો.કોન્સ. દિનેશભાઇ ચાવડા
(૧૮) પો.કોન્સ. દિનેશભાઇ કાનગડ
(૧૯) પો.કોન્સ. જુવાનસિંહ આસડીયા

(2:42 PM IST)