<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

દિવાળી રજા પર આવેલા આર્મી જવાન ભરત ભેટારીયાનું ઓઝલ નદીમાં ડૂબી જતા મોત

ભરત ભેટારીયા નદીમાં ન્‍હાવા ગયેલ અને ઉંડા પાણીમાં ગરક થઇ જતા ૧૮ કલાકની શોધખોળ બાદ ફાયરની ટીમને ડેડબોડી મળી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જિલ્‍લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓઝત નદીમાં દિવાળીની રજામાં આવેલ આર્મી જવાન ભરત ભેટારીયા આહિર યુવાનનું ડુબી જતા મોત નિપજેલ છે.

ગઇકાલે સાંજે ૪ કલાકે ભરત ભેટારીયા નદીમાં ન્‍હાવા ગયેલ અને ઉંડા પાણીમાં ગરક થઇ જતા ૧૮ કલાકની શોધખોળ બાદ ફાયરની ટીમને ડેડબોડી મળી આવેલ પરિવારમાં આક્રદ પરિવારજનો ધુસકે ધુસકે રડી પડ્યા.

(4:55 PM IST)