<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

યુવતી ઇન્સ્ટાગ્રામમાં યુવક સાથે વાત કરતી હોય, વાત ન કરવા સમજાવવા છતાં યુવતી ન માનતા સગી માતા અને ભાઈએ કરી હત્યા:ભાવનગરના ભીકડા ગામનો બનાવ

હત્યા કર્યા બાદ માતા પુત્રએ યુવતીની લાશ ખાલી ચેકડેમમાં ફેંકી દઈ પુરાવાનો કર્યો નાશ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં શ્રમજીવી પરિવારમાં સગી જનેતા અને ભાઈએ ૨૨ વર્ષીય યુવતીની છરીના ઘા ઝીંકી કરી હત્યા છે.યુવતી ઇન્સ્ટાગ્રામમાં યુવક સાથે વાત કરતી હોય, વાત ન કરવા સમજાવવા છતાં યુવતી ન માનતા હત્યા કરવામાં આવી છે.
હત્યા કર્યા બાદ માતા પુત્રએ યુવતીની લાશ ખાલી ચેકડેમમાં ફેંકી દઈ પુરાવાનો કર્યો નાશ હતો.
હત્યાના આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે રહેતી ૨૨ વર્ષની યુવતી પારૂલ હિંમતભાઈ સરવૈયા મોબાઈલફોન માં  માં ઇન્સ્ટાગ્રામમાં  વિવેક કનૈયાલાલ સિહોરા નામના યુવાન સાથે વાતો કરતી હતી. જે તેના ભાઈ પ્રકાશ અને માતા દયાબેન જોઈ જતા તેને ઠપકો આપ્યો હતો અને વાત ન કરવા જણાવ્યું હતું. પરંતુ યુવતીએ યુવક સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું અને તે તેની સાથે જ લગ્ન કરશે તેમ કહ્યું હતું. પરંતુ માતાએ હજુ આપણે બે ભાઈઓ પરણાવા છે અને આપણી આબરૂ નહીં રહે તેમ કહી ઠપકો આપ્યો હતો. આમ છતાં યુવતી પારૂલ  એ વાત કરવાનું ચાલુ રાખતા ઉસ્કેરાઈ જઈ માતા દયાબેન ને તેને પકડી રાખી હતી અને ભાઈ પ્રકાશ એ છરી વડે પારૂલ ના મોઢા અને શરીરના અન્ય ભાગો પર શરીરના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. અને પુરાવાનો નાશ કરવા લાશને ઘરની નજીક આવેલ ખાલીચેક ડેમમાં ફેંકી દીધી હતી. આ બનાવ દરમિયાન ભાઈ પ્રકાશના કપડાં લોહી વાળા થતા તેને ઘરમાં સળગાવી દીધા હતા. પરંતુ પોલીસ તપાસમાં અંતે ભાંડો ફૂટયો હતો.
આ બનાવ અંગે મરનાર પારૂલ ના પિતા હિંમતભાઈ હરજીભાઈ સરવૈયા પોલીસ સ્ટેશનમાં પુત્રીની હત્યા અંગે પત્ની દયાબેન  અને પુત્ર પ્રકાશ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવવાની તપાસ પીએસઆઇ  એસ.આઈ. ઝાલા ચલાવી રહ્યા છે.
આમ instagram માં પ્રેમી યુવક સાથે વાત કરવાનું યુવતીને મોતનું કારણ બન્યું હતું.

(6:14 PM IST)