<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભાઈબીજના દિવસે ભક્તોની ભીડ : 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દાદાનો મહાપ્રસાદ લીધો

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)એ શ્રીકષ્ટભંજનદેવ ભોજનાલયમાં હરિભક્તોને મળી રૂડા આશીર્વાદ પાઠવ્યા : મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે   સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ફુલનો શણગાર કરાયો છે. આજે નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે, ભાઈ બીજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને ફુલની ડિઝાઈનવાળા વાઘા પહેરાવાયા છે. આ સાથે દાદાના સિંહાસને ફુલનો શણગાર કરાયો છે.

આજે સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. શ્રીકષ્ટભંજનદેવ ભોજનાલયમાં 1 લાખથી વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો, આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું. મહત્ત્વનું છે કે, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) શ્રીકષ્ટભંજનદેવ ભોજનાલયમાં ભોજનાલય હરિભક્તોને મળી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા

(7:25 PM IST)