<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના વેકેશનને લઈને યાત્રિકોનો જમાવડો

બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીચ જેવા લોકપ્રિય સ્થળોએ પણ ભારે ભીડ : હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ અને ટ્રાવેલ્સ વ્યવસાયમાં તેજી

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના વેકેશનને લઈને યાત્રિકોનો જમાવડો થયો છે. હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે. સાથે જ સહેલાણી પરિવાર સાથે દીપાવલીની રજાનો આનંદ માણવા દ્વારકા પહોંચ્યા છે. બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીચ જેવા લોકપ્રિય સ્થળોએ પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ અને ટ્રાવેલ્સ વ્યવસાયમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે દ્વારકાનગરીમાં ખુશીનો માહોલ છવાયો છે.

 

(7:47 PM IST)