હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 23rd October 2025
દીવના લોકપ્રિય નાગોઆ બીચ પર ભારે ભીડ :દિવાળી વેકેશનની મજા માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા
નાના ભૂલકાઓથી લઈ યુગલો અને પરિવારોએ દરિયાની લહેરોમાં રમતા, સેલ્ફી લીધી

દીવના લોકપ્રિય નાગોઆ બીચ પર ભારે ભીડ જોવા મળી રહી છે. નાના ભૂલકાઓથી લઈ યુગલો અને પરિવારો દરિયાની લહેરોમાં રમતા, સેલ્ફી લેતા અને પાણીમાં મોજ માણતા નજરે પડે છે.
દિવાળી વેકેશનની મજા માણવા માટે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાંથી સહેલાણીઓ હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ તરફ ઉમટી રહ્યા છે. દીવના દરિયાકાંઠા પર કુદરતનું સૌંદર્ય, સ્વચ્છ બીચ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યા છે.
દીવના લોકપ્રિય નાગોઆ બીચ પર ભારે ભીડ જોવા મળી રહી છે. નાના ભૂલકાઓથી લઈ યુગલો અને પરિવારો દરિયાની લહેરોમાં રમતા, સેલ્ફી લેતા અને પાણીમાં મોજ માણતા નજરે પડે છે. પ્રવાસીઓ અહીં વોટર રાઇડ્સ અને અન્ય એડવેન્ચર એક્ટિવિટીઝનો પણ આનંદ લઈ રહ્યા છે.
દિવમાં પ્રવાસીઓની સુરક્ષા માટે પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇફગાર્ડ, પોલીસ અને સલામતી દળો તૈનાત છે જેથી કોઈ અણધાર્યો બનાવ ન બને. પરંતુ,દીવ કિલ્લામાં પ્રવેશ માટે 100 રૂપિયા ફી અને પાર્કિંગ ચાર્જ તરીકે 50 રૂપિયા લેવામાં આવતા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી છે
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
