News of Friday, 24th October 2025
જુનાગઢનાં ટીકર ગામમાં 'ગાર્ડ ઓફ ઓનર' આપી શહીદ આર્મી જવાનની અંતિમવિધિ યોજાઈ
નદીમાં ડૂબતા બે મિત્રોને બચાવતા જવાન ભરત ભેટારિયા પોતે શહીદ થયા :કેબિનેટ મંત્રી, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો અંતિમવિધીમાં જોડાયા

જૂનાગઢના ટીકરમાં શહીદ જવાનની અંતિમવિધિ યોજાઈ હતી. બે દિવસ પહેલા જવાન ભરત ભેટારિયા મિત્રો સાથે ઓઝત નદીમાં ન્હાવા ગયા હતા. દરમિયાન, મિત્રો ડૂબી રહ્યા હોવાથી ભરત ભેટારિયાએ મિત્રોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. જો કે, મિત્રોનો જીવ તો જવાને બચાવી લીધો પરંતુ, પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં શહીદ થયા હતા ટીકર ગામે શહીદ જવાનની અંતિમ યાત્રા નિકળતા આખેઆખું ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમ યાત્રામાં કેબિનેટ મંત્રી, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. 'ગાર્ડ ઓફ ઓનર' આપી જવાનને અંતિમ વિદાય આપવામાં આવી.
જુનાગઢમાં ટીકર ગામ નજીક આવેલ ઓઝત નદીમાં બે દિવસ પહેલા આર્મી જવાન ભરત લક્ષ્મણભાઈ ભેટારિયા મિત્રો સાથે ન્હાવા માટે ગયા હતા. જો કે, આ દરમિયાન એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ. નદીમાં નહાતી વખતે બે મિત્ર ડૂબવા લાગ્યા હતા. મિત્રોને ડૂબતા જોઈ બહાદુર જવાન ભરત ભેટારિયા તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનો જીવ જોખમમાં મૂકીને ભરત ભેટારિયાએ મિત્રોને ડૂબતા બચાવ્યા હતા. પરંતુ, તે દરમિયાન પોતે ઊંડા પાણીમાં ડૂબી જતાં શહીદ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જવાનને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
માહિતી અનુસાર, 18 કલાકની ભારે જહેમત બાદ જવાન ભરત ભેટારિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે તેમનાં ગામ ટીકરમાં શહીદ જવાનની અંતિમવિધિ યોજાઈ હતી. આ અંતિમ વિધિમાં કેબિનેટ મંત્રી, ધારાસભ્યો સહિત ગામનાં અને નજીકનાં અન્ય ગામનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહીદ જવાનને 'ગાર્ડ ઓફ ઓનર' આપી અંતિમ વિધિ કરવામાં આવી. બહાદુર જવાનના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યો હતો. શહીદ જવાન ભરત ભેટારિયા લેહ-લદ્દાખ ખાતે ફરજ પર હતા. તેમને જાણીને ગર્વ થશે કે ભેટારિયા પરિવારમાંથી 6 યુવાન સેનામાં ફરજ બજાવે છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
