<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

વેપારી પાસેથી નાણાં પડાવતા ,બેંકના ખાતા ભાડે આપી, મની લોન્ડરીંગ અને ઇ.ડી. ના કેસમા ફસાવવાની ધમકી આપતી સિન્ડિકેટના આરોપીને પકડતી સાયબર ક્રાઈમ, જામનગર

સંબંધની ખોટી ઓળખો આપી અવાર નવાર વ્હોટએપમા વાત કરી ફરીયાદી સાથે ઠગાઈ કરાવાનો પ્રયત્ન કરતા દર્શિત કાગદડાને ઝડપી લીધો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ અશોકકુમાર યાદવ દ્વારા સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી તાબેના જીલ્લાઓને સતત માર્ગદર્શન આપેલ છે, જે અનુસંધાને પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈનીના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા જામનગર શહેર વિભાગ નાઓના માર્ગદર્શન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ આઈ.એ ઘાસુરાનાઓ દ્વારા જરૂરી સુચના કરવામાં આવેલ કે, હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. આ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૮(૬), ૩૧૮(૪), ૬૨ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ તે એવી રીતે કે આ કામેના આરોપીએ તેના મળતીયાઓ સાથે મળી ફરીયાદીનું “પ્રગતિ એન્ટરપ્રાઇઝ” નામની પેઢીનુ એક્સીસ બેન્ક એકાઉન્ટ જે મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એન.સી.સી.આર.પી. અરજીના કામે ફ્રીઝ થયેલ હોય અને તે એકાઉન્ટમા ફરીયાદીના ધંધીકિય લેવડ દેવડના આશરે રૂપિયા ૧,૪૪,૦૦,૦૦૦/- (આશરે એક કરોડ ચુમાલીશ લાખ) જમા હોય તે બાબતેની વિગતો મેળવી આ કામેના ફરીયાદીને મો.નં. +૪૪૭૫૯૮૮૧૧૧૧૦૯ વાળા વર્ચ્યુઅલ નંબર પરથી ફોન કરી પોતાનુ નામ દર્શીત કિશોરભાઇ કાગદડા રહે. જામનગર વાળો જણાવી ફરીયાદીનુ "પ્રગતિ એન્ટરપ્રાઇઝ” નામની પેઢીનુ એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી અલગ અલગ વ્યક્તિઓ સાથેના સંબંધની ખોટી ઓળખો આપી અવાર નવાર વ્હોટએપમા વાત કરી ફરીયાદી સાથે ઠગાઈ કરાવાનો પ્રયત્ન કરી તેમજ ફરીયાદી આરોપીની વાતમા ન આવતા આરોપીએ ફરીયાદી પાસેથી નાણા પડાવવા તેઓને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી. ના કેસમા ફસાવી દેવાની ધમકી આપી બળજબરી પુર્વક નાણા પડાવવાનો પ્રયાસ કરી ગુન્હો કરેલ જે બાબત સાયબર ક્રાઇમ પો.સ્ટે ખાતે ગુરન.૧૧૨૦૨૦૫૮૨૫૦૦૧૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૮(૬), ૩૧૮(૪), ૬૨ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો દાખલ થયેલ.

જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના HC કુલદિપસિંહ જાડેજા નાઓ ઉપરોક્ત ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી તેમજ HC પ્રણવભાઇ વસરા, HC રાજેશભાઈ કરમુર, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી જામનગર ખાતેથી આરોપી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ:- દર્શીત કિશોરભાઈ કાગદડા રહે. જામનગર

(9:44 PM IST)