News of Saturday, 25th October 2025
વેરાવળ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ: મુખ્ય બજારોમાં પાણી ભરાયા: મુખ્ય રસ્તાઓ તરબોળ
ખાંભા, પ્રાચી, ટીંબી અને કાજલી જેવા ગામોમાં પણ વરસાદ વરસતા કૃષિ વિસ્તારમાં ચિંતા: મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા અને મુખ્ય રસ્તાઓ પાણીમાં તરબોળ થઈ ગયા હતા. વેરાવળ સાથે સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું નોંધાયું હતું. ખાંભા, પ્રાચી, ટીંબી અને કાજલી જેવા ગામોમાં પણ વરસાદ વરસતા કૃષિ વિસ્તારમાં ચિંતા જોવા મળી છે. ખાસ કરીને મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોમનાથ મહાદેવ પવિત્ર ધામ ખાતે મેઘગર્જના સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
