<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

ઉપલેટાના મોટી પાનેલી. હરિયાસણ અને સાતવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો

અચાનક વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન પણ ફૂંકાયો: ઊભા પાકને વધુ નુકસાન થવાની શક્યતા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી સહિત હરિયાસણ અને સાતવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે બપોર બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. 

  હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે 

વરસાદ પડતાં ખેતરોમાં તૈયાર થયેલો અને ઊભો પાક પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારણ કે અચાનક આવેલા વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન પણ ફૂંકાયો હતો. આનાથી ઊભા પાકને વધુ નુકસાન થવાની શક્યતા છે.

(7:48 PM IST)