<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

જેતપુરમાં રાઈડ્સ તુટી પડતા દીપાવલી ફનફેર મેળો બંધ કરાવ્યો: પ્રાથમિક દ્રષ્ટિએ સંચાલક-આયોજકની બેદરકારી

યાંત્રિક કમિટી દ્વારા તમામ રાઈડ્સ ચેક કરવામાં આવશે.રાઈડ્સ ફરી શરૂ કરવા લાગતા વળગતા વિભાગના અભિપ્રાય લેવા પડશે

જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં રાઈડ્સ તૂટવાનો મામલો સામે આવ્યા બાદ ફનફેર મેળો બંધ કરાવવામાં આવ્યો છે. પોલીસ, મામલતદાર, નાયબ મામલતદારની ટિમ મેળામાં પહોંચીને તૂટેલ રાઈડ્સની ચકાસણી કરી હતી. ઇન્ચાર્જ મામલતદારે જણાવ્યું કે, ઘટના બાદ જ પોલીસને મેળો બંધ કરવવા સૂચના આપી હતી. હાલ મેળોની તમામ રાઈડ્સ બંધ રાખવાની સૂચના આપી દીધી છે. યાંત્રિક કમિટી દ્વારા તમામ રાઈડ્સ ચેક કરવામાં આવશે.રાઈડ્સ ફરી શરૂ કરવા લાગતા વળગતા વિભાગના અભિપ્રાય લેવા પડશે. મીડિયા દ્વારા દુર્ઘટનાની જાણ થઈ છે. સંસ્થા તરફથી કોઈ જાણ કરવામાં આવી નથી.તૂટેલ રાઇડ્સ ફરી રીપેરીંગ કામ કરી લગાવી દેવામાં આવતા મામલતદાર દ્વારા પોલીસ તપાસ કરવા સૂચના આપી છે. યાંત્રિક ટિમ તપાસ કરીને અહેવાલ આપશે. રાઈડ્સ સંચાલકો અને અયોજકોની બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ ગણી શકાય.

(7:52 PM IST)