<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

ધારી શહેરમાં છેલ્લા 6 મહિનાથી રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકો પરેશાન :ફરી શરૂ કરવા માંગ ઉઠી

દિવાળી જેવા તહેવારો પર રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકોને ટ્રેનમાં મુસાફરી માટે મુશ્કેલી

ધારી શહેરમાં રેલવે સ્ટેશન શરૂ કરાવવા માટે લોકમાંગ ઉઠી છે. ધારી શહેરમાં છેલ્લા 6 મહિનાથી રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકો પરેશાન થયા છે. દિવાળી જેવા તહેવારો પર રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકોને ટ્રેનમાં મુસાફરી માટે મુશ્કેલીઓ થઈ રહી છે ફરી રેલવે સ્ટેશન અને ટ્રેનો શરૂ કરવા માંગ કરી રહ્યા છે. આમ જોઈએ તો ધારી એક ગીર વિસ્તારનું મહત્વનું ગામ છે અહીં પર્યટકો માટે ફળહરવા ફરવા માટેનું કેન્દ્ર બિંદુ કહી શકાય અહીં આંબરડી સફારી પાર્ક જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ અને ગડધરા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. શહેરના અને પર્યટકો માટે હરવા ફરવા માટેનું મહત્વના સ્થળો છે અને અહીં ગીર વિસ્તારમાં પર્યટકોને જવા માટેનું પણ આ ધારી શહેર મહત્વનું છે. ત્યારે અહીં પર્યટકોથી લઈને સ્થાનિક લોકોને અને વેપારીઓને ટ્રેનની મુસાફરી સરળ રહે છે, ત્યારે અહીં રેલવે સ્ટેશન અને ટ્રેનો બંધ થતા લોકોને મુશ્કેલી પડતી હોવાની શહેરીજનો રજૂઆતો કરી રહ્યા છે.

 

આ સમય દિવાળીનો છે અને દિવાળી વેકેશનમાં લોકો પોતાના પરિવાર સાથે આ જંગલ વિસ્તારોમાં સિંહ દર્શન અને ફરવાનું વધુ પસંદ કરતા હોય છે. તેવા સમયે એટલે કે અહીં છેલ્લા છ મહિનાથી મીટર ગેઝ રેલવે બંધ કરી દેવાઈ છે. અહીં આસપાસમાં પણ એટલા ધાર્મિક સ્થળો છે કે સતત લોકોની અવર જવર રહેતી હોય છે. સ્થાનિકો કહી રહ્યા છે કે અમારે અહીંથી ધારીથી વેરાવળ અને જૂનાગઢ જતી મીટર ગેઝ ટ્રેન બંધ કરાઈ છે, જેને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે.

 

રેલવે અને રેલવે સ્ટેશન કયા કારણો સર બંધ કરવામાં આવ્યા છે તે બાબતને લઈને સાંસદ એ પણ ખુલાસો કર્યો છે. સમગ્ર વાતનો ખુલાસો કરતા સાંસદે કહ્યું કે અમરેલી બ્રોડગેઇજ રેલવેની કામગીરી શરૂ છે જેના માટે રેલવે સ્ટેશન અને રેલવે બંધ કરવામાં આવ્યું છે અને સાંસદ દ્વારા રેકવે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે કે ટૂંકા સમયમાં ધારીથી સોમનાથ સુધીની ટ્રેન મળી રહે એ માટે શરૂ કરવામાં આવશે.

(10:16 PM IST)