<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

સિહોરના ભાણગઢ ગામે કોઝવે તૂટતાં લોકોને હાલાકી :પાળીયાદ, દેવળીયા, વલભીપુર જવા માટે ફક્ત બોટનો જ સહારો બચ્યો

ભાણગઢથી પાળીયાદ જવાના માર્ગ પરનો કોઝવે તૂટ્યો : કોઝવે પર કાળુભાર નદીનું પાણી ફરી વળતા રસ્તો સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો

ભાવનગર જિલ્લાના  સિહોરના ભાણગઢ ગામે કોઝવે તૂટતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભાણગઢથી પાળીયાદ જવાના માર્ગ પરનો કોઝવે તૂટ્યો છે. કોઝવે પર કાળુભાર નદીનું પાણી ફરી વળતા રસ્તો સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. ગ્રામજનો લાંબા સમયથી બોટ મારફતે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે, પાળીયાદ, દેવળીયા, વલભીપુર જવા માટે ફક્ત બોટનો જ સહારો બચ્યો છે. તંત્રએ ટૂંક સમયમાં બ્રિજનું કામ શરૂ કરવાની ખાતરી આપી છે.

(9:38 PM IST)